કોરોનાની આ બીજી લહેરમાં ભલભલાં સ્લોગનો, જુમલા અને વચનો ધોવાઈ ગયાં છે. આવા સમયમાં મહાન લોકો જે મહાન વાક્યો કહી ગયા હતા તેનાં નવાં નવાં સ્વરૂપો અમને સંભળાઈ રહ્યાં છે ! તમે પણ સાંભળો, મહાનુભાવોની માફી સાથે…
***
‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં રિપોર્ટ દૂંગા’
-(માફી) સુભાષચંદ્ર બોઝ
***
‘મારું માસ્ક એ જ મારું જીવન છે.’
- (માફી) ગાંધીજી
***
‘કોરોના ઇઝ ધ પેન્ડેમિક ફોર ધ પિપલ, બાય ધ પિપલ, એન્ડ ઓફ ધ પિપલ.’
- (માફી) અબ્રાહમ લિંકન
***
‘ઉઠો, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એકસો આઠની લાઇનમાં ઊભા રહો.’
- (માફી) સ્વામી વિવેકાનંદ
***
‘તમે બધા લોકોને થોડા સમય માટે ન્યુઝ વડે ડરાવી શકો, તમે થોડા લોકોને બધા સમય માટે ન્યુઝ વડે ડરાવી શકો પરંતુ તમે બધા લોકોને બધા સમય માટે ન્યઝ ચેનલો વડે ડરાવી શકો નહીં.’
- (માફી) અબ્રાહમ લિંકન
***
‘માસ્ક વિના ફરવું એ મારો જન્મસિધ્ધ અધિકાર છે.’
- (માફી) બાળગંગાધર તિલક
***
‘જેણે પોતાની ધૂન વગાડનારા મોટા ઓરકેસ્ટ્રાનું સંચાલન કરવાનું છે તેણે લોકોથી પીઠ ફેરવવી જ પડે છે.’
- (માફી) મેક્સ લુકાડો
***
‘એક મેસેજ-માતા સો સારા ડોક્ટરોની ગરજ સારે છે.’
- (માફી) ડૉ. રાધાકૃષ્ણન
***
‘કાગડા કૂતરાના મોતે મરીશ પણ હવે સાજો થયા વિના ઘરે પાછો નહીં ફરું.’
- (માફી) ગાંધીજી
***
‘તું શ્વાસ લેવાનું કર્મ કર્યે જા, ઓક્સિજનનું ફળ આપવાનું કામ ભગવાન કરશે.’
(માફી) શ્રી કૃષ્ણ ભગવાન
***
‘સંભવામિ છ-છ મહિને !’
- (જરાય માફી વિના) કોરોના વાયરસ
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment