આજકાલ ચારેબાજુ ‘ઓક્સિજન…. ઓક્સિજન…’ની બૂમરાણ મચી છે પરંતુ શું તમને ખબર છે, અમુક લોકોને માટે ઓક્સિજન સિવાયની અમુક ચીજો ઓક્સિજન બરાબર હોય છે ! જુઓ….
***
રીસાયેલી ગર્લફ્રેન્ડનો
અડધી રાતે ફોન આવી જાય
બોયફ્રેન્ડ માટે એ
ઓક્સિજનથી કમ નથી !
***
ફેસબુકિયા કવિને
દસ-બાર ‘લાઇક’ મળી જાય
કવિશ્રી માટે એ
ઓક્સિજનથી કમ નથી !
***
નકલી આઈ-ડીવાળા લલ્લુને
પાંચસો ફાલતુ પોસ્ટ પછી
કોઈ ‘સ્વીટી’ની રિક્વેસ્ટ મળે…
ઓક્સિજનથી કમ નથી !
***
કોણ મર્યુ, કોને કોરોના
પંચાતનો ટોપિક મળી જાય
બૈરાંઓ માટે એ
ઓક્સિજનથી કમ નથી !
***
બ્રેક-અપ, નિવેદન, સ્ટાર-વૉર
ટ્વિટ માટેનો મસાલો
કંગના માટે પણ…
ઓક્સિજનથી કમ નથી !
***
ટ્રાફિક પોલીસને
માસ્ક વિનાની બે-ચાર
‘માંડવાળી’ મળી જાય…
ઓક્સિજનથી કમ નથી !
***
આ નાઇટ કરફ્યુમાં
ક્યાંકથી દારૂ મળી જાય
ગુજરાતી માટે એ
ઓક્સિજનથી કમ નથી !
***
રાહુલનું એક અપ-ડેટ
પ્રિયંકાની એક ક્લિપ
કોંગ્રેસી માટે આજકાલ
ઓક્સિજનથી કમ નથી !
***
ઓક્સિજન નથી… ઓક્સિજન !
ઓક્સિજન નથી… ઓક્સિજન !
મોદીના ટીકાકારો માટે આ
ઓક્સિજનથી કમ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment