કોરોનાની નવી લહેરે ખળભળાટ મચાવી દીધો છે. ચારેબાજુથી અંધાધૂંધી છે. લોકો કંઈક કહે છે, સરકાર કંઈક બીજું જ કહે છે અને કોર્ટ વળી કંઈ ત્રીજો જ રાગ આલાપે છે…
***
લોકો કહે છે :
નેતાઓએ સ્થિતિ બગાડી છે
સરકાર કહે છે :
લોકોએ નિયમો પાળ્યા નથી
કોર્ટ કહે છે :
યે ક્યા હો રહા હૈ ?
***
લોકો કહે છે :
ઇન્જેક્શનો મળતાં નથી
સરકાર કહે છે :
પુરતો સ્ટોક આપેલો છે.
સીઆર પાટિલ કહે છે :
હું મફતમાં વહેંચીશ !
કોંગ્રેસ કહે છે :
યે ક્યા હો રહા હૈ ?
***
લોકો કહે છે :
મરી ગયા રે… મરી ગયા રે…
સરકાર કહે છે :
કોરોનાથી મરનારા ઓછા છે.
મિડિયા કહે છે :
સ્મશાનમાં પણ લાઈનો છે…
યમરાજ કહે છે :
ટાઇમ નથી, એપોઇન્ટમેન્ટ લઇને આવો !
ચિત્રગુપ્ત કહે છે :
યે ક્યા હો રહા હૈ ?
***
લોકો કહે છે :
બચાવો… બચાવો…
સરકાર કહે છે :
ડરવાની જરૂર નથી…
ડોક્ટરો કહે છે :
વેક્સિન લઇ લો…
નિષ્ણાતો કહે છે :
વેક્સિન લીધા પછી પણ કોરોના થઈ શકે..
વોટ્સએપની જોક કહે છે :
કોરોના તો ચૂંટણીથી મટે છે !
મન્નુ કહે છે :
યે ક્યા હો રહા હૈ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment