કોઠે પડી ગયા છે !

પેટ્રોલ – ડિઝલના ભાવ હોય, કોરોનાના કેસ હોય કે નેતાઓનાં નિવેદનો હોય. લાગે છે કે હવે જનતાને ખાસ કોઈ ફેર પડતો જ નથી ! બધું કોઠે પડી રહ્યું છે…

***

વધે છે, વધે છે, વધે છે

ક્યારેક વળી ઘટે છે

પેટ્રોલ-ડિઝલના ભાવ

કોઠે પડી ગયા છે !

***

ઘટે છે, ઘટે છે, ઘટે છે

અચાનક ફરી વધે છે

કોરોનાના કેસ પણ

કોઠે પડી ગયા છે !

***

લડે છે, લડે છે, લડે છે

રોજેરોજ બહુ લડે છે

નેતાઓના એ શબ્દો

કોઠે પડી ગયા છે !

***

ફૂટે છે, ફૂટે છે, ફૂટે છે

રોજ કોઈ ભાંડો ફૂટે છે

બ્રેકિંગ ન્યુઝ પણ આ

કોઠે પડી ગયા છે !

***

ભાંડે છે, ભાંડે છે, ભાંડે છે

એકબીજાને ટોણાથી

ટ્વીટરમાં ફિલ્મ-સ્ટારો

કોઠે પડી ગયા છે !

***

હસે છે, હસે છે, હસે છે

હાહા હીહી હસે છે

કપિલના શોમાં અર્ચના

કોઠે પડી ગયાં છે !

***

વાગે છે, વાગે છે, વાગે છે

હવે ચારેકોર વાગે છે

વિકાસનાં આ ગાણાં

કોઠે પડી ગયાં છે !

***

જાગે છે, જાગે છે, જાગે છે

કોંગ્રેસીઓ હવે જાગે છે

એવાં ઠગારાં ગપ્પાં

કોઠે પડી ગયાં છે !

***

આવે છે, જાય છે, આવે છે…

સુખ અને દુઃખના દહાડા

સપનાંઓ લાગે ‘ચાઇનિઝ’

કોઠે પડી ગયાં છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments