ભ્રમણા ભાંગી ગઈ !

મુંબઈના પોલીસ ઓફિસરે જે પત્ર લખ્યો છે એના કારણે ક્રાઇમ અને પોલીસને લગતી ભલભલી ભ્રમણાઓ ભાંગી ગઈ છે ! જુઓ…

***

ભ્રમણા નંબર એક

આપણે એમ માનતા હતા કે દુકાને દુકાને જઈને હપ્તા ઉઘરાવવાનું કામ તો ગુંડાઓ કરે છે.

***

ભ્રમણા નંબર બે

આપણે એમ પણ માનતા હતા કે ‘મન્થલી ટાર્ગેટ’ અને એવું બધું તો માર્કેટિંગ કંપનીઓમાં હોય.

***

ભ્રમણા નંબર ત્રણ

આપણે એવું પણ માનતા હતા (ફિલ્મો અને વેબસિરિઝો જોઈને) કે પૈસાદાર લોકોને ધમકી આપીને રૂપિયા કઢાવવાનું કામ ચીપ ટાઈપના ટપોરીઓ કરતા હોય છે.

***

ભ્રમણા નંબર ચાર

જાંબાજ પોલીસ ઓફિસરો અંડરવર્લ્ડના ગુન્ડાઓને મારી નાંખે છે અને સામાન્ય નાગરિકોને રક્ષણ આપે છે.

***

ભ્રમણા નંબર પાંચ

જેને તરતાં આવડતું હોય એ કદી પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે નહીં.

***

ભ્રમણા નંબર છ

કારમાં બોમ્બ મુકવાનું, બોમ્બ વડે ધમાકો કરવાનું અને ધમાકો થાય કે ના થાય એની જવાબદારી લેવાનું કામ ‘આતંકવાદી’ સંગઠનો કરતા હોય છે.

***

ભ્રમણા નંબર સાત

કોઈ મિનિસ્ટર કોરોનાગ્રસ્ત થયો હોય તો તે ગમે ત્યાં બેસીને કોઈને સૂચનાઓ ના આપી શકે.

***

ભ્રમણા નંબર આઠ

અને આપણે હજી એમ માનીએ છીએ કે દેશમાં કમ સે કમ એક રાજકીય પાર્ટી તો છે જે સંપૂર્ણપણે દૂધે ધોયેલી અને ગંગા નહાયેલી છે ! હા હા હા હા...

***

- મન્નુ શેખચલ્લી

Comments