લો, ફરી કોરોનાના ઘેરા પડછાયા આપણી ઉપર ઘેરાઈ રહ્યા છે… સિચ્યુએશન સાવ ફિલ્મી થતી જાય છે… અને ફિલ્મી ગાયનોની પેરોડીઓ ગુંજી રહી છે…
***
ખબર નહીં ક્યાંથી એક આકાશવાણી સંભળાઈ રહી છે…
‘બંદા પરવર, થામ લો જિગર
બન કે ખૌફ ફિર આયા હું
ખિદમત મેં આપકી હુજુર
ફિર ‘કોરોના’ લાયા હું !’
***
બિચારી ડરેલી પ્રજા કરફ્યુના સન્નાટાને જોઇને ગાઈ રહી છે…
‘ફિર વો હી રાત, વોહી કરફ્યુ,
વો હી તન્હાઈ હૈ..
દિલ કો સમઝાને કોઈ વેક્સિન
ચલી આઇ હૈ !’
***
રાતની સૂમસામ સડકો જોઈને આપણને ધ્રુજારી છૂટવા લાગે છે…
‘ફિર આને લગા યાદ વોહી
લોકડાઉન કા આલમ…
વો ઝૂમતા, બલખાતા હુઆ
ખાખી કા ડંડા !
ફિર ખાને લગા માર વો હી
મામૂલી બંદા…’
***
જે લોકોને વીતેલા એક વરસમાં શરદી, ખાંસી, ઉધરસ કે તાવથી મગજમાં ફફડાટ પેસી ગયો હતો એમની હાલત પણ કફોડી છે…
‘ફિરે મેરી બિમારી યાદ આઈ
ફિર મેરે ગલે તક જાન આઇ
ફિર આજ હમારી સાંસોં મેં
હર 'ટેસ્ટ' પુરાના યાદ આયા !’
***
પેલી બાજુ ટીવી ચેનલોને મઝા પડી છે. ફરી આંકડાબાજી, ફરી સનસનાટી, ફરી બૂમાબૂમ…
‘ફિર લે આયા ‘ડર’
ક્યા કીજે…
ફિર વો ટીઆરપી કા
ટાર્ગેટ બાકી હૈ !’
***
બિચારા માવા (તમાકુના મસાલા)ના બંધાણીઓને પણ બિહામણાં દ્રશ્યો દેખાઈ રહ્યાં છે…
‘આયા હૈ મુઝે ફિર યાદ
વો જાલિમ
ગુજરા જમાના કોરોના કા
હાયે રે અકેલે હી ડંડે ખાના
ઔર ના મિલના ‘માવા’ કા !’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment