ગાયબ છે... સિરિયલોમાંથી !

ટીવી સિરિયલોમાં સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, ચચેરી બહેન, મુંહબોલા ભાઈ અને વિધવા ફૂફી જેવા ડઝનબંધ પાત્રો જોવા મળશે પણ અમુક પાત્રો એવાં છે જે છેલ્લા 30 વરસથી સિરિયલોમાં કદી દેખાયાં જ નથી ! શોધો…

***

નોકર-નોકરાણી

આ બધા મલ્હોત્રા પરિવાર અને માહ્યાવંશી પરિવારમાં મોટા મોટા ચકાચક ભવ્ય બંગલાઓમાં દસ-દસ જણા એકસાથે રહે છે પણ એમનાં ઘરોમાં કચરા-પોતાં કોણ કરે છે ? ફર્નિચરની ધૂળ કોણ સાફ કરે છે ? ડીનર ટેબલ ઉપર જમવા બેઠા હોય ત્યારે વાસણોની સંખ્યા જ 30-40ની દેખાય છે તો એ બધાં વાસણો ઘસે છે કોણ ?

***

ડ્રાઈવરો

બંગલાની બહાર ગાડીઓનો કાફલો પડ્યો છે પણ કેમ કદી કોઈ ડ્રાઈવરો દેખાતા નથી ? અરે, પાછલી સીટ ઉપર બેસીને પેંતરાબાજ બહુરાની ફોનમાં કંઇ સિક્રેટ વાતો કરતી હોય તે પેલો વિશ્ર્વાસુ ડ્રાઈવર સાંભળી જાય તો સ્ટોરીમાં કંઈ ‘ઢેન્‌ટેણેન…’ પણ થાય ને !

***

બ્યુટિ પાર્લરવાળી

કરોડપતિ પરિવારનાં તમામ સભ્યો રાતે ઊંઘતા હોય કે સવારે જાગે ત્યારે બ્રશ કર્યા પહેલાં ચહેરા ઉપર આટલો મસ્ત મેકપ ક્યાંથી કરાવી લાવે છે ? એકટ્રેસોના વાળને કર્લી કોણ કરી આપે છે ? સાસુજીના વાળની બે જ લટો સફેદ રાખીને બાકીના વાળ કાળા ભમ્મર કરી આપતી બ્યુટિ પાર્લરો કેમ કદી જોવા મળતી નથી ?

***

છાપાંવાળો પસ્તીવાળો

યાર, સિરિયલોમાં કદી કોઈ છાપાં વાંચતાં કેમ નથી દેખાતા ? વળી જે ઘરોમાં છાપાં જ ના આવતાં હોય ત્યાં કદી કોઈ પસ્તીવાળો પણ ક્યાંથી ધંધો કરવા માટે આવે ? બિચારો પસ્તીવાળો લઈ જાય તોય શું લઈ જાય ? બાપદાદા કી જાયદાદ કે કાગઝાત ?

***

ટીવીવાળો કેબલવાળો

બિચારા જેઠાલાલ છેલ્લા 2500 એપિસોડથી એમના ગડા ઇલેક્ટ્રોકનિક્સની દુકાનમાં બેસીને ટીવી વેચે છે પણ માં કસમ, કોઈ સિરિયલના પરિવારનું એક પણ મેમ્બર અહીંથી ટીવી કેમ નથી લઈ જતું ? કેમ કોઈના ઘરમાં ટીવી જ નથી હોતાં !?

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. આટલી બધી અળવીતરાઈ ઠાલવી રાખીને આપણી વિચારશક્તિને કુંઠિત કરીને મોજ કરનાર એકલદોકલ નિર્માતો/ત્રી નથી...આ તો માળું હાલ ધ્યાન બહાર જ રહી ગ્યું'તું, લલિતભાઈ ! ભારે ઉજાગર કરી લાવ્યા ! મૌજ કરાવી દીધી.

    ReplyDelete
  2. આટલી બધી અળવીતરાઈ ઠાલવી રાખીને આપણી વિચારશક્તિને કુંઠિત કરીને મોજ કરનાર એકલદોકલ નિર્માતો/ત્રી નથી...આ તો માળું હાલ ધ્યાન બહાર જ રહી ગ્યું'તું, લલિતભાઈ ! ભારે ઉજાગર કરી લાવ્યા ! મૌજ કરાવી દીધી.

    ReplyDelete

Post a Comment