આજકાલ કંઈક અજીબ જ ચાલી રહ્યું છે ! અમે આવી વિચિત્ર વાતોનું એક લિસ્ટ બનાવી દીધું છે. જુઓ..
***
કંઈક અજીબ નથી લાગતું…
કે બંગાળનું આખું ઇલેક્શન એ વાત પર લડાઇ રહ્યું છે કે ‘ટાંગ તોડવામાં આવી હતી કે તૂટી હતી ?’
***
કંઇક અજીબ નથી લાગતું…
કે સોશિયલ મિડિયામાં ‘મહિલા વિક્ટીમ કાર્ડ’ અને ‘પુરુષ વિક્ટીમ કાર્ડ’ની આખી ચર્ચા એક ફ્રી પિઝા, એક લોહીવાળું નાક અને એક લેટ ડિલીવરીની આસપાસ જ ફાટી નીકળી છે ?
***
કંઇક અજીબ નથી લાગતું…
કે ચુંટણી થઈ ગુજરાતમાં, મેચ રમાઈ ગઈ અમદાવાદમાં અને કોરોના સૌથી વધુ કેસ ફૂટી નીકળ્યા મહારાષ્ટ્રમાં ! આવું કેવું ?
***
કંઇક અજીબ નથી લાગતું…
કે પેટ્રોલ-ડિઝલના ઊંચા ભાવ આપવા એ દેશના 'વિકાસમાં ફાળો આપવો' ગણાય છે પણ મર્સિડીઝમાં આવનારને વેક્સિન મફતમાં આપવામાં આવે છે !
***
કંઇક અજીબ નથી લાગતું…
કે વાહનમાં બોમ્બ મુકીને ધમકી આપવાનું કામ કોઈ આતંકવાદી નહીં પણ એક પોલીસ ઓફિસર જ કરી રહ્યો છે ? હદ થઇ ગઇ.
***
કંઇક અજીબ નથી લાગતું….
કે ભીડ ભેગી ન થાય એ માટે મેચો કેન્સલ કરી અને હવે ટિકીટના પૈસા પાછા લેવા માટે ત્યાં ફરી ભીડ ભેગી થશે !
***
કંઇક અજીબ નથી લાગતું…
કે તમે સ્ટેડિયમમાં હજારો લોકોની સાથે બેઠા હો ત્યારે માસ્ક પહેરવાની જરૂર નથી પણ કારમાં એકલા જતા હો ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત છે ! બોલો.
***
અને કંઇક અજીબ નથી લાગતું…
કે બેન્કના કર્મચારીઓ ખાનગીકરણ સામે હડતાળો પાડે છે પણ ખાનગીમાં અબજો ખર્વો રૂપિયાના કૌભાંડોમાં સાથ આપનાર પોતાના જ અધિકારીઓનાં નામો ખુલ્લાં પાડતા નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment