હરિયાણાના તાઉજી ટેન્શનમાં !

અમેરિકન પોપ-સિંગર રેહાન્ના, પોર્ન-સ્ટાર મિઆ ખલીફા અને સ્વીડનની સોશિયલ વર્કર ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સપોર્ટ કરતાં ટ્વીટ કર્યા એમાં તો અહીંની સેલિબ્રિટીઓ ઊંચીનીચી થઈ ગઈ !

એ તો ઠીક પણ હરિયાણાના ભોળા ખેડૂતો આ બાબતે શું વિચારતા હશે ? એક કાલ્પનિક ઝલક…

***

‘લ્યો તાઉજી, અમરિકા કી મિયા ખલીફાને હમારે આંદોલનને કો સપોટ કિયા હે જી.’

‘અરે બાવળે, અમેરિકા મેં તો પ્રેસિડેન્ટ હોવે હે, ખલીફા કબ સે હોણે લાગે ?’

‘અરે તાઉજી, ખલીફા ઉ છોરી કી સરનેમ હે.’

‘ઉ છોરી હે ? નામ તો મિયાં હૈ.’

‘મિયાં નહીં, તાઉજી મિઆ હૈ… મિઆ…’

‘અચ્છા… વો છોરી કે કરે હે ? અમરિકા મેં ખેતી કરે હે ?’

‘નહીં તાઉજી, ઉ તો પોર્ન-સ્ટાર હે જી.’

‘પોન્સ્ટાર ? ઓ કે હોવે હે ?’

‘તાઉજી.. વો કે હે કિ… ઉ છોરી ગંદે ગંદે વિડીયો બણાવે હે.’

‘તો હમેં કિસ વાસ્તે સપોર્ટ કરણ લાગ્ગી, છોરી ? બાવળી હો ગઈ કે ?’

‘નહીં દાઉજી, વો છોરી અમરિકા મેં બડી ફેમસ હે. વો અગર હમેં સપોર્ટ કરેગી તો પુરી દુનિયા કા ધ્યાન હમરી ઓર ખિંચેગા.’

‘અરે બાવળે ? ધ્યાન દુનિયા કા યહાં ખિંચેગા? કે થારે જેસે હરિયાણા કે છોરોં કા ધ્યાન ઉ છોરી ને ઉપર ખિંચેગા ? મને લાગે, ઇસી લિયે સરકારને ઇન્ટરનેટ બંદ કર દિયો હે !’

‘એસા નીં હે, તાઉજી ! અમરિકા કી દુસરી એક રેહાન્ના નામ કી પાપ-સિંગર હૈ વો ભી હમેં સપોર્ટ કરતી હે.’

‘પાપ-સિંગર ? અબ ઇ કા હોવે હૈ ?’

‘ગાણેવાળી તાઉજી ! જેસે હમારે દલેર મહેંદી હે ના, વેસે ! ઉ છોરી કા એક આલબમ બડા હિટ થા.. ગર્લ ગોન બેડ.’

‘ગર્લ ગોન બેડ ? માને ?’

‘માને, છોરી બિગડ ગઈ !’

‘હે ભગવાન ? કેસી કેસી છોરીયાં હમરે આંદોલન કો સપોટ કરને લાગ રી હે ? અરેરે…’

તાઉજી માથે હાથ દઈને બેસી ગયા છે અને એમનો ભત્રીજો ઊભો ઊભો માથું ખંજવાળે છે….

***

- મન્નુ શેખચલ્લી

Comments