દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે. શીખાઉ, અનુભવી અને ખાંટુ ! ત્રણેયની સ્ટાઈલો પણ અલગ જ હોય છે…
***
શીખાઉ લોકો
માવો ખાઈને થૂંકે છે.
અનુભવી લોકો
માવો ખાઈને પિચકારી મારે છે.
ખાંટુ લોકો
પિચકારી વડે પોતાની સિગ્નેચર કરે છે !
***
શીખાઉ લોકો
બિચારા માસ્ક પહેરીને ફરે છે.
અનુભવી લોકો
માસ્ક ગળામાં લટકાડી રાખે છે.
ખાંટુ લોકો
ગળામાં કોઈ રાજકીય પાર્ટીનો ખેસ ભરાવીને બધે બિન્દાસ્ત ઘૂમે છે !
***
શીખાઉ લોકો
દારૂ પીતાં પહેલાં મોટેથી ‘ચિયર્સ’ બોલે છે.
અનુભવી લોકો
પીતાં પહેલાં આંખો બંધ કરીને, કોઈનું નામ લઈને, ગ્લાસમાં આંગળી બોળીને, ચારે બાજુ છાંટા નાંખે છે.
ખાંટુ લોકો
પાર્ટી આપનારની બિલકુલ બાજુમાં બેસે છે અને તેને પીવડાવવાને બહાને સૌથી વધુ પોતે જ પીએ છે !
***
શીખાઉ લોકો
ટીવીમાં ન્યુઝ જોઈને ટેન્શનમાં આવી જાય છે.
અનુભવી લોકો
કઈ ન્યુઝ ચેનલ ઉપર શું ચાલતું હશે તે અગાઉથી કહી આપે છે.
ખાંટુ લોકો
દરેક ઘટનાની પાછળ કોની શું ‘ગુપ્ત સ્ટ્રેટેજી’ છે તેની ખબર હોય છે… પણ કહેતા નથી !
***
શીખાઉ લોકો
નાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ધક્કા ખાય છે, મસ્કા મારે છે, લાગવગ શોધે છે.
અનુભવી લોકો
ટિકિટ મેળવવા માટે ડાયરેક્ટ પૈસા ખર્ચે છે.
ખાંટુ લોકો
ભલામણ કરવાના રૂપિયા બનાવી લે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment