સિંધુ બોર્ડર પર એસી ?!


લો બોલો, હવે સિંધુ બોર્ડર ઉપર આંદોલન કરનારા ખેડૂતોને ગરમી ના લાગે એટલા માટે ત્યાં મોટા પંખા તથા એસી પણ લગાડવામાં આવશે !

આ હિસાબે તો અમને લાગે છે કે…

***

જતે દહાડે અહીં આંદોલનકારીઓને નહાવા માટે શાવર અને બાથ-ટબ પણ ગોઠવશે.

***

અને જો શાવર-બાથટબ ગોઠવો તો પછી એકાદ સ્વીમિંગ પૂલ પણ બનાવી દેશે ને ! ભઈ, આખરે તો હકની લડાઈ છે !

***

આ હિસાબે જોતાં હવે આંદોલન તો લાંબુ જ ચાલવાનું, તો પછી અત્યારથી એક એરપોર્ટની માગણી મુકી દેવામાં શું વાંધો છે ?

***

જો કે ગરીબ ખેડૂતોની માગણી છે કે એરપોર્ટ ભલે બનાવો, પણ અમારે માટે એક હેલિ-પેડ તો તાત્કાલિક બનવું જોઈએ !

***

મૂળ શું છે, કે આંદોલનમાં ભાગ લેવા માટે મહિલાઓ ઓછી આવે છે તેથી એક ડિમાન્ડ એવી પણ છે કે મહિલાઓની ભાગીદારી વધારવા માટે અહીં ઠેર ઠેર બ્યુટિ-પાર્લરો પણ બનાવવાં જોઈએ !

***

સરકાર વારેઘડીએ ઇન્ટરનેટ કાપી નાંખે છે તેથી હવે જનરેટર વડે ચાલતાં વાઈ-ફાઈ ટાવરો પણ ઊભાં કરી જ દેવાનાં છે.

***

અમુક ઇન્ટરનેશનલ બાબતોના જાણકાર ખેડૂતોની ખાસ માંગણી છે કે સિંધુ બોર્ડર ઉપર મસ્ત ઇલેક્ટ્રોનિક્સ લાઇટોવાળું ઓડિટોરિયમ બનાવવું જોઈએ. જેથી રેહાન્ના જેવી ગાયિકાઓ આંદોલનને સપોર્ટ કરવા માટે આવી શકે.

***

સાથે સાથે પંજાબી-પોપ આલ્બમોનાં શૂટિંગ માટે સિંધુ બોર્ડર ઉપર એક ફિલ્મ-શૂટિંગ સ્ટુડિયો પણ બનાવવાનાં છે.

***

બ્યુટિ પાર્લરોથી યાદ આવ્યું કે હવે અહીં મેરેજ બ્યુરો પણ ખોલવામાં આવશે !

***

અને મેરેજ બ્યુરો ઉપરથી યાદ આવ્યું કે જતે દહાડે સિંધુ બોર્ડર ઉપર એક મેટરનિટી હોમ પણ જોઈશે જ !

- લાંબુ ચાલશે ભઇ…

***

- મન્નુ શેખચલ્લી

Comments