આજકાલ અમુક હિન્દી ફિલ્મોનાં અંગ્રેજીમાં ‘ઓટો-જનરેટેડ’ કેપ્શન્સ (અનુવાદ) જોવા મળે છે. ખરી મઝા ત્યાં આવે જ્યારે અનુવાદ કરેલો ઇંગ્લીશ ડાયલોગ વાંચ્યા પછી તેનો ઓરીજીનલ ડાયલોગ શું હશે તેની ‘શોધ’ કરવી પડે… સાંભળો !
***
‘હેય, યુ ફીફટી થર્ડ ટોર્ન કાર્ડ ઓફ ધ પ્લેઇંગ કાર્ડ્ઝ ! ડિજનરેટેડ બ્રીડ ઓફ ધ ઓઈલી બાલ્ડ હેડેડ ફાધર ! ઇફ યુ હેવ ડ્રન્ક ધ મિલ્ક ઓફ યોર મધર, ધેન કમ ઇન ફ્ન્ટ ઓફ મિ ! ઇફ આઈ ડુ નોટ રિમાઇન્ડ યુ ઓફ ધ સિકસ્થ મિલ્ક ફીડીંગ, ધેન માય નેમ ઇઝ નોટ ફૂટ ઓફ ધ મધર કાલી.’
બોલો, કયા ડાયલોગનો અનુવાદ છે ? અરે યાર, શત્રુઘ્નસિંહાનો ખ્યાતનામ સંવાદ છે :
‘અબે, ફટે હુએ તાશ કે તિરપનવે પત્તે ! ચપડગંજુ બાપ કી બિગડી હુઈ ઔલાદ ! અગર અપની માં કા દૂધ પિયા હૈ તો સામને આ ! અગર તૂઝે છઠ્ઠી કા દૂધ યાદ ના દિલા દિયા તો મેરા નામ કાલીચરણ નહીં !’
***
હવે જે અંગ્રેજી કેપ્શનમાં છે તે રાજકુમારનો ફેમસ ડાયલોગ છે :
‘ડિયર્રર્રર્ર… વિ કેન સેન્સ ધ ડિરેક્શન ઓફ ધ એર ફ્રોમ ધ રફલિંગ સાઉન્ડ ઓફ લીવ્ઝ, એન્ડ વિ કેન ટેઇક આઉટ ધ મેઝરમેન્ટ ઓફ ધ શૂઝ બાય ધ સાઉન્ડ ઓફ ધ ફૂટ-સ્ટેપ્સ ! વિ ડોન્ટ સ્ટીક અવર માઉથ ટુ એન્ટ્સ લાઇક યુ, બિકોઝ… લાયન્સ નેવર ઇટ ગ્રાસ !’
આ ભવ્ય સંવાદનું અસલી હિન્દી વર્ઝન આ મુજબ છે :
‘જાનીઈઈઈ… હમ પત્તોં કી સરસરાહટ સે હવા કા રુખ પહેચાન લેતે હૈ, ઔર કદમોં કી આહટ સે હમ જૂતોં કા નાપ નિકાલ લેતે હૈં ! હમ તુમ્હારે જૈસી ચીંટીયો કે મુંહ નહીં લગતે ક્યોં કી શેર કભી ઘાસ નહીં ખાતે !’
***
હવે પછીનું જે કેપ્શન છે તે તો તમે તરત ઓળખી જશો :
‘ઇન રિલેશન, વિ હેપન ટુ બિ યોર ફાધર… નેઇમ ઇઝ, એમ્પેરર !’
(રીશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં… નામ હૈ શહેનશાહ !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment