થોડા દિવસ પહેલાં એક સમારંભના નિમંત્રણ મેસેજનું ઇન્ટરનેટે અનુવાદમાં કચૂંબર કરી નાંખેલું ! એમાં ‘વકીલ’ સરનેમને એડવોકેટ કરી નાંખી હતી અને ‘સુથાર’ અટકનો પણ અનુવાદ કરીને ‘કારપેન્ટર’ લખ્યું હતું !
અમને થયું, ચાલોને આપણી અમુક ગુજરાતી કહેવતોનો આ ઇન્ટરનેટ શું અનુવાદ કરી આપે છે ?... જુઓ !
***
ગુજરાતી
ઘર ફુટે ઘર જાય
અંગ્રેજી
The house explodes and goes home.
***
ગુજરાતી
ધાર્યું ધણીનું થાય
અંગ્રેજી
Assumed happens to the lord.
***
ગુજરાતી
બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો
અંગ્રેજી
Advertise in the village next to the boy in the arm-pit.
***
ગુજરાતી
ના મામા કરતાં કાણા મામા સારા
અંગ્રેજી
No holes mama is better than mama.
***
ગુજરાતી
પૂછતા નર પંડીત થાય
અંગ્રેજી
Asking becomes a male pandit.
***
ગુજરાતી
નાચવું નહીં ને આંગણું વાંકુ
અંગ્રેજી
Don’t dance and bend the yard.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment