લો બોલો, શ્રીનગરમાં આખેઆખું દાલ સરોવર થીજીને બરફ થઈ ગયું ! આટલી બધી ઠંડીમાં ત્યાં જે હાલત થઈ છે તેના થોડા સીન જોવા જેવા છે…
***
એક હોટલની બહાર બોર્ડ માર્યું છે :
એસી રૂમના : ૧૧ રૂપિયા
નોન એસી રૂમના : ૧૧૦૦ રૂપિયા
***
હોટલના દારૂના બારમાં એક વેઈટર આવે છે. ગ્રાહક પાસે આવીને ધ્રુજતા હાથે દારૂની બોતલ ખોલે છે અને ગ્લાસમાં રેડીને પાણી ઉમેરીને પેગ બનાવે છે પછી પૂછે છે :
‘સર, આઈસ કિતના ડાલું ?’
***
થીજી ગયેલા દાલ સરોવરના કિનારે એક બોટ ઊભી છે. ચારે બાજુ બરફ છે. એક ટુરિસ્ટ ફેમિલી આવીને ઊભું રહે છે. સૌના ચહેરા ઉપર મુંઝવણ છે. તે જોઈને બોટનો માલિક પૂછે છે :
‘સ્કેટિંગ કરને ચલોગે ?’
***
આખું સરોવર થીજી ગયું છે. નાનકડી હોડી બરફ ઉપર સરકતી જઈ રહી છે. સરોવરની વચ્ચે, દૂર દૂર કોઈ માણસ હાથ હલાવતો દેખાય છે. હોડી સરકતી સરકતી તેની પાસે આવે છે. માણસ બિચારો બેહાલ છે. તે પૂછે છે :
‘થોડા પાની મિલેગા ? બડી પ્યાસ લગી હૈ !’
***
હોસ્પિટલમાં એક દરદીને લાવવામાં આવે છે. બિચારો ખેંચાઈને લાકડું બની ગયો છે ! ડૉક્ટર તેને તપાસે છે પછી શાંતિથી કહે છે :
‘એક સગડી લાવો, ભાઈનો પેશાબ થીજીને બરફ થઈ ગયો છે !’
***
જંગલમાં દૂર દૂર કોઈ ગુપ્ત જગાએ એક મકાન ભડકે બળી રહ્યું છે. આસપાસ આતંકવાદીઓ શાંતિથી બેઠા છે. એમાંનો એક તેમના કમાન્ડરને કહે છે :
‘ક્યા કરેં ? ઠંડ ઇતની લગ રહી થી કિ હમને હી બોમ્બ સે અપના કેમ્પ ઉડા દિયા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment