અમેરિકામાં જોરદાર બરફ વરસી રહ્યો છે અને ચીનમાં પણ ભારે બરફવર્ષા જારી છે. જોકે બન્નેમાં બહુ મોટો ફરક છે…
***
અમેરિકનો ડંફાશ મારતાં કહે છે કે અમારે ત્યાં તો બાસ્કેટ બોલની સાઈઝના બરફગોળા પડ્યા…
જ્યારે ચીનના લોકો બડાશ મારતાં કહે છે કે અમારે ત્યાં તો ડ્રેગનનાં ઇંડાની સાઈઝના બરફ ગોળા પડે છે !
***
અમેરિકાની સરકાર લોકોને વિનંતી કરે છે કે પોતપોતાના ઘરની સામે જેટલો બરફ જામ્યો છે તે પોતે સાફ કરીને રોડ ઉપર ખસેડી દે. બાકીનું કામ સરકાર કરી લેશે.
ચીનની સરકાર બધાનાં ઘરે બિલો મોકલી આપે છે… તમારા ઘરે આટલા ટન બરફ મોકલ્યો, તમારા ઘરે આટલા ટન… હવે આટલા યેન ભરી જાઓ !
***
અમેરિકામાં દરેક ઘરમાં કોમ્પ્યુટર અને લેપ-ટોપમાં જાહેરખબરોનો મારો શરૂ થઈ જાય છે…
- ઘરે બેઠાં બરફની વાનગીઓ બનાવતાં શીખો !
- ઘરની બહાર આઇસ-સ્કલ્પચર ગોઠવીને ઘરની શોભા વધારો ! ઓનલાઈન કેટલોગ જોઈને તાત્કાલિક ઓર્ડર કરો… ડિલીવરી : બરફ ઓગળી જાય એ પહેલાં !
- બહાર આવો, બરફના તળાવ ઉપર સ્કેટિંગ કરો, સ્લેજ-ગાડીની સફર માણો… ગેરંટી બરફની સપાટી તૂટે ત્યાં સુધી !
- 2030માં થનારા ‘હિમ-પ્રલય’થી બચવા માટેની ‘સર્વાઈવલ-કીટ’ આજે જ ખરીદો… કેમ કે પ્રલય કાલે પણ થઈ શકે છે !
- ઠંડીમાં ગરમાટો મેળવવા માટે અમારી પોર્નસાઈટ જુઓ !
- આવતી કાલે સવારે 7 વાગે શરૂ થનારી ‘ન્યુડ પરેડ’માં જોડાઈ જાઓ… પ્રથમ 100 લકી વિજેતાને મળશે ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ ફ્રી !
***
અને ચીનનાં મોબાઈલોમાં શું ખુશખબર આવતી હશે ને ?...
‘આ દેશમાં સૌને હરવા ફરવાની સ્વતંત્રતા છે. આજે જ તકનો લાભ લો, કાલે કદાચ આ ઓફર ના પણ હોય !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment