મેક્સિમમ... મિનિમમ...

આજકાલ અમુક મહાનુભાવો, અમુક ઘટનાઓ અને અમુક વસ્તુઓ એવી છે કે જેમાં મેક્સિમમ પણ છે મિનિમમ પણ છે…


***

મેક્સિમમ નામ છતાં મિનિમમ કામ… એટલે રાહુલ ગાંધી.

***

મેક્સિમમ ખ્યાતિ છતાં મિનિમમ ક્રેડિટ… એટલે વિજય માલ્યા.

***

મેક્સિમમ પ્રોપર્ટી છતાં મિનિમમ વસ્ત્રો… એટલે બાબા રામદેવ.

***

મેક્સિમમ ઘોંઘાટ છતાં મિનિમમ અસર… એટલે મમતા બેનરજી.

***

મેક્સિમમ વર્ડઝ છતાં મિનિમમ મિનિંગ એટલે… શશી થરૂર.

***

મેક્સિમમ પેંતરાબાજી છતાં મિનિમમ અવાજ… એટલે શરદ પવાર.

***

મેક્સિમમ શો-મેન શીપ છતાં મિનિમમ સુપરહિટ… એટલે શાહરુખ ખાન.

***

મેક્સિમમ સુપરહિટ છતાં મિનિમમ શો-મેન શીપ એટલે… અક્ષય કુમાર.

***

મેક્સિમમ ચાંપલાશ છતાં મિનિમમ ફિલ્મો… એટલે આમિર ખાન.

***

મેક્સિમમ આંદોલન છતાં મિનિમમ રિઝલ્ટ… એટલે ખેડૂત આંદોલન.

***

મિનિમમ આંદોલન છતાં મેક્સિમમ રિઝલ્ટ… એટલે અરવિંદ કેજરીવાલ.

***

મેક્સિમમ લોકપ્રિયતા છતાં મિનિમમ પોલિટિક્સ… એટલે રજનીકાંત

***

મિનિમમ લોકપ્રિયતા છતાં મેક્સિમમ પોલિટિક્સ… એટલે કંગના રાણાવત.

***

અને મેક્સિમમ ફોલોઅર્સ છતાં મિનિમમ મન કી બાત… એટલે મોદીજી !

***

- મન્નુ શેખચલ્લી

Comments