2021ના વરસમાં પંદર દહાડા વીતી ગયા ! ભલભલા ખેરખાંઓએ સંકલ્પ લીધા હતા કે આ વરસે તો આમ કરી નાંખીશ અને તેમ કરી નાંખીશ… એ બધા સંકલ્પ તૂટી રહ્યા છે !
હજી મોડે મોડે પણ જે શૂરવીરોને ‘અઘરા’ સંકલ્પો લેવાનું ઝનૂન બાકી રહ્યું હોય તો અમારી પાસે એક નાનકડું લિસ્ટ છે…
***
સ્ટુડન્ટનો સંકલ્પ
બોસ, આ વરસે તો ખરેખર ‘ભણવું’ છે !
(પેલો મોબાઈલ સાઈડમાં મુકીને વાત કર, ભઈલા)
***
ગર્લ-ફ્રેન્ડનો સંકલ્પ
આ વરસે તો મારા ખાસ બોય-ફ્રેન્ડની બર્થ-ડેનો તમામ ખર્ચો હું જ કરવાની છું !
(એના માટે બીજા બે ડઝન ઓર્ડિનરી બોય-ફ્રેન્ડ રાખવા પડશે, બેબી !)
***
બોય-ફ્રેન્ડનો સંકલ્પ
આ વખતે તો દર મહિને મારી ગર્લ-ફ્રેન્ડને ચોખ્ખો હિસાબ બતાડી દઈશ કે જો, હું તારી પાછળ કેટલો ખરચો કરું છું !
(બ્રેક-અપ માટે તૈયાર થઈ જા, ડૂડ !)
***
સરકારી કર્મચારીનો સંકલ્પ
આ વરસે તો મને જેટલો પગાર મળે છે ‘એટલું જ’ કામ કરીશ !
(પોતાની જાત ઉપર એટલો જુલમ સારો ના કહેવાય, સાહેબ !)
***
પોલીસ કોન્સ્ટેબલનો સંકલ્પ
આ વરસે તો દારૂ પોતાના પૈસે જ પીવો છે.
(સરસ જોક છે. અડ્ડાવાળાને કહેજો.)
***
આ સિવાય અમુક મોટી હસ્તિઓ પણ આવા અઘરા સંકલ્પો કરી રહી છે ! જુઓ...
ડોનાલ્ડ ટ્રમ્પ
હવે બાકીની જીંદગી લોકશાહીની સેવામાં જ વીતાવવી છે.
માર્ક ઝુકરબર્ગ
બીજા લોકોની પ્રાયવેટ લાઈફમાં માથું મારવાનું બંધ કરવું છે.
રાહુલ ગાંધી
હવે તો બસ સિરિયસ થઈ જવું છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment