સરકારે ઉત્તરાયણ માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે… ધાબા ઉપર 50થી વધારે ભેગા ના થવાય, ડીજે ના વગાડાય, સગાવ્હાલાં મિત્રોના ધાબે ના જવાય વગેરે વગેરે.
પરંતુ એમાં અમુક ‘રાજકીય’ ઉપાયો કરો તો ઘણી છટકબારીઓ છે !
***
જાહેરમાં 50 શું, 500 જણાને ભેગા કરોને ! ફક્ત એટલું કરવાનું કે આસપાસ કોઈ રાજકીય પાર્ટીના બેનરો લગાડી દેવાનાં.
***
મેદાનોમાં ભેગા મળીને પતંગો ચગાવતી વખતે પણ ફક્ત એટલું કરવાનું કે ગળામાં કોઈ રાજકીય પાર્ટીના ખેસ લટકાવી રાખવાના !
***
જો અલગ અલગ પાર્ટીના ખેસ પહેરીને લોકો ભેગા થઈ જાય તો મેદાનની બહાર ‘ગઠબંધન’નું બેનર લગાવી રાખવું !
***
ધાબા ઉપર પાર્ટીનાં બેનરો લગાડ્યા પછી બિન્દાસ મોટા અવાજે ડીજેનાં સ્પીકરો વગાડો ને… બસ, વચ્ચે વચ્ચે દેશભક્તિનાં ગીતો વાગતાં રહેવાં જોઈએ !
***
(ખાસ સુચના : જો તમે રિપબ્લિકન પાર્ટીને સપોર્ટ કરતા હો તો ધાબે જવા માટે પગથિયાં કે લિફ્ટ વાપરવાને બદલે દિવાલ ઉપરથી ચડીને જવાનું રહેશે.)
***
પતંગ પકડવા માટે દોડાદોડી કરવાને બદલે પાર્ટીના ખેસ ગળામાં લપેટીને બાઈક-રેલી કાઢવી.
(ખાસ નોંધ : ખેસ ગળા ફરતે બરોબર લપેટીને રાખવો. અહીં કોરાના નહીં, પતંગની દોરી જ તમારી જીવા દોરી કાપી શકે છે.)
***
ઉપરના નિયમો પાળવાથી કોરોના ભલે દૂર રહે કે ના રહે, પોલીસ જરૂર દૂર રહેશે.
***
અને હા, રાજકીય પાર્ટીના કાર્યકર બનીને ઉત્તરાયણ ઉજવતી વખતે ખિસ્સાવાળું વસ્ત્ર જરૂર પહેરવું. કેમ કે, કાનૂનને એમાં રાખવો પડશે ને !
***
- મન્નુ શેખચલ્લી
અજબની છટકબારીઓ શોધી લાવ્યા, તમે તો લલિતભાઈ !
ReplyDeleteથેન્ક યુ રસેશ ભાઈ !
ReplyDeleteછટકબારીના આ તો ફક્ત રાજકીય નમૂના જ છે. , આપ જાતે અંગત તેમજ ધાર્મિક છટકબારી શોધી લેશો તો પોલીસ મામા જવા દેશે.
ReplyDelete