સરહદ ઉપર સૈનિકો લડે અને બોમ્બ ધડાકા થાય એ જમાનો ગયો ! હવે તો નાનકડાં ટ્વિટરમાં જંગ જામે છે. આના બે પ્રકાર જોવા મળ્યા છે…
***
ટાઈપ A યુધ્ધ
એક અભિનેત્રી અઢી સેન્ટિમીટર બાય સાડા ત્રણ સેન્ટિમીટર સાઈઝમાં 30-40 શબ્દોમાં આકરી ટીકા કરવા લાગે છે.
***
જવાબમાં એક નેતા અઢી સેન્ટિમીટર બાય સાડા ત્રણ સેન્ટિમીટર સાઈઝમાં એટલા જ શબ્દોમાં તેના કરારા જવાબ આપવા માંડે છે.
***
હોબાળો મચે છે. તેથી આખી ધાંધલ ધમાલ 32 ઇંચથી 48 ઇંચ સુધીના ટીવીમાં પહોંચે છે. જ્યાં 3 ઇંચ બાય 4 ઇંચના ચોખંડામાં બેઠા બેઠા અડધો ડઝન લોકો શોરબકોર મચાવી દે છે.
***
જેના પરિણામે સવા ફૂટ બાય અઢી ફૂટની સાઇઝના અખબારોમાં હેડલાઈન બનવા માંડે છે.
***
છેવટે વિવાદ એટલો વકરે છે કે 3400 સ્કેવર ફીટના બાંધકામને બુલડોઝર વડે તોડી પાડવામાં આવે છે !!
***
ટાઈપ B યુધ્ધ
અહીં 50,362 સ્ક્વેર કિલોમીટર વિસ્તારના એક રાજ્યમાં એક આંદોલન શરૂ થાય છે.
***
જ્યાંથી આશરે 10,000 લોકો આશરે 500 વાહનો સાથે નીકળીને આશરે 250 કિલોમીટર દૂર આવેલા બીજા શહેરના નાકે પહોંચે છે.
***
જ્યાં તેમને આંદોલન કરવા માટે આશરે 3000 સ્ક્વેર મીટરનું મેદાન ફાળવવામાં આવે છે. જેને તેઓ નકારી કાઢે છે.
***
એમાં હવે પેલી અભિનેત્રી અઢી સેન્ટિમીટર બાય સાડા ત્રણ સેન્ટિમીટર સાઈઝમાં ટીકાઓ કરવા માંડે છે...
***
જવાબમાં એક ગાયક પણ એટલી અમથી જગામાં
કરારો જવાબ આપે છે…
જેનો હોબાળો ટીવીમાં…
જેની નોંધ અખબારોમાં…
ફરી ચાલ્યું ચક્કર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment