ન્યુઝ
કોરોનાની વેક્સિન બનાવતી એક કંપનીએ એડવાઈઝરી જાહેર કરી છે કે વેક્સિન લીધા પછી ત્રણ મહિના સુધી દારૂ પીવો નહીં.
વઘાર
અરેરે… અહીં માંડ આટલી મહેનત કરીને શરાબીઓ દેશની ઇકોનોમીને ઊંચી લાવવાની કોશિશ કરે છે ત્યાં આવો દગો ? બહુત ના-ઇન્સાફી હૈ…
***
ન્યુઝ
મુકેશ અંબાણી દાદા બન્યા.
વઘાર
હા, પણ દાદાગિરી તો વરસોથી ચાલે છે !
***
ન્યુઝ
આંદોલનથી રોજનું 3500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
વઘાર
આંદોલન વિના પણ ખેડૂતોનું કેટલું નુકસાન થતું આવ્યું છે એના ય આંકડા હશે ને ?
***
ન્યુઝ
અમેરિકાએ ભારતને ચેતવણી આપી છે કે તમારે રશિયા પાસેથી શસ્ત્રો નહીં ખરીદવાનાં.
વઘાર
લાગે છે કે અમેરિકા પણ ખેડૂત કાનૂનનું ખોટું અર્થઘટન કરી રહ્યું છે !
***
ન્યુઝ
કરફ્યુ રાત્રે 12 થી સવારે 5 સુધી જ રાખવા માટે ઉઠેલી માંગ.
વઘાર
ચિંતા ના કરો. આવનારી ઠંડીમાં આપોઆપ આ ટાઈમે કરફ્યુ જેવું જ હશે.
***
ન્યુઝ
ભારતની ગ્રામીણ મહિલાઓમાં માત્ર 17 ટકાને ઇન્ટરનેટ વાપરતાં આવડે છે.
વઘાર
ભાઈઓ, હજી સમજી જાવ… સાચું સુખ તો ગામડામાં જ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment