કમિંગ સૂન... શિયાળો !

મોસમ વિભાગે ચેતવણી આપી છે કે ઠંડીનું મોજું આવી રહ્યું છે માટે હાથનું મોજું અને પગનું મોજું હાથવગું રાખજો !


વળી, આવનારા શિયાળામાં જાતજાતનું બનવાનું છે…

***

ગુસ્સા વિના પણ દાંત કકડશે…

આવી રહ્યો છે શિયાળો !

***

તન ઘરમાં હશે પણ મન આબુમાં હશે…

આવી રહ્યો છે શિયાળો !

***

માસ્ક પણ હવે વૂલન હશે…

આવી રહ્યો છે શિયાળો !

***

મામૂલી શરદી ખાંસીથી પણ ડર લાગશે…

આવી રહ્યો છે શિયાળો !

***

પોલીસ (અલગથી) મેથીપાક ચખાડશે અને સરકાર (નવેસરથી) ઉકાળશે…

આવી રહ્યો છે શિયાળો !

***

મોર્નિંગ વોકથી ચરબી ઘટશે પણ ભૂખ લાગવાથી ફરી પેટ વધશે…

આવી રહ્યો છે શિયાળો !

***

બનિયાન ઉપર શર્ટ, ઉપર સ્વેટર, ઉપર જાકીટ, પહેરી પાતળાઓ પણ લાગશે જાડા…

આવી રહ્યો છે શિયાળો !

***

જેમ જેમ ‘પારો’ નીચે જશે, તેમ તેમ ‘દેવદાસો’ ઉપર આવશે…

આવી રહ્યો છે શિયાળો !

***

મુફલિસો અને કડકાઓ તો ઠીક, અંબાણી અને અદાણી પણ ખાલી હાથ ઘસતા બેઠા હશે…

આવી રહ્યો છે શિયાળો !

***

અને પત્ની ભલે છૂટી જાય, પણ રજાઈ છોડવાનું મન નહીં થાય…

આવી રહ્યો છે શિયાળો !

***

- મન્નુ શેખચલ્લી

Comments