અમદાવાદમાં તો સળંગ 57 કલાકનો કરફ્યુ લાગી ગયો ! આવા કરફ્યુમાં હવે શું કરવું અને શું ના કરવું ? વાંચો, અમારી નાની નાની સલાહો…
***
કરફ્યુમાં ના કરવા જેવાં કામ
(1) સુમસામ રોડ ઉપર ફરતાં ફરતાં સેલ્ફી વિડીયો ઉતારીને રોલા મારવા નહીં. વિડીયો ઉતારીને ફેસબુકમાં ચડાવવો નહીં અને જો ચડાવો તો કમિશ્નર ઓફિસને ટેગ કરવો નહીં. સમજ્યા ?
***
(2) દૂધની ખાલી કોથળી બતાડીને ‘દૂધ લેવા જાઉં છું’ એવું બહાનું પોલીસ આગળ કરવું નહીં.
***
(3) ‘દવાની દુકાને દવા લેવા જાઉં છું’ એવું બહાનું કાઢીને જઈ તો શકશો પણ પાછા આવતી વખતે ફક્ત વિક્સની ડબ્બી લઈને પાછા આવવું નહીં.
***
(4) ઘરમાં પત્નીના કકળાટથી કંટાળીને માસ્ક વિના બહાર નીકળવું નહીં. કેમ કે કોરોના પોઝિટીવ નહીં નીકળે તો 1000 રૂપિયાનો દંડ થશે અને જો પોઝિટીવ નીકળશે તો ફરી ઘરમાં જ ક્વોરન્ટાઈન થઈને રહેવું પડશે !
***
કરફ્યુમાં કરવા જેવાં કામ
(1) દોસ્તારો ઓળખીતાઓ તથા સગાં-વ્હાલાંઓને ફોન કરી કરીને કહો કે શહેરનાં અમુક પોલીસ સ્ટેશનોમાંથી જ કોરોનાના કેસો મળી રહ્યા છે ! ભૂલેચૂકે બહાર નીકળશો તો પોલીસ સ્ટેશનમાં રાત ગુજારવી પડશે !
***
(2) ‘ઝોમેટો’માં ફોન કરીને ફૂડનો ઓર્ડર લખાવો. એ લોકો ના પાડે તો દલીલ કરો કે પિત્ઝા, બર્ગર, પાંવભાજી વગેરે તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એની ડિલીવરી શા માટે ના કરી શકાય ?
***
(3) ઘેર બેઠાં મહામૃત્યુંજયના જાપ કરો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment