લો બોલો, કહે છે કે આ વરસે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે ! અમને આ બાબતે જાતજાતના સવાલો થઈ રહ્યા છે ….
***
સવાલ : (1)
અલ્યા, કોરોનાના લોકડાઉન વખતે તો બધું બંધ રાખીને પ્રદૂષણ એટલું ઓછું કરી નાંખેલું કે દૂરથી (કચરાના) ડુંગર સ્પષ્ટ દેખાતા થઈ ગયેલા ! હવે એવું તે શું ઉત્પાદન કરી નાંખ્યું કે પાછું પ્રદૂષણ વધી ગયું ?
***
સવાલ : (2)
આંકડાઓ તો કહે છે આ વખતે ફટાકડાઓનું ઉત્પાદન જ 20 ટકા જેટલું થયું છે તો યાર, 20 ટકા ફટાકડા ફોડવાથી યે ગયા વરસ જેટલું પ્રદૂષણ થઈ જવાનું છે ? કંઈક તો હિસાબની વાત કરો ?
***
સવાલ : (3)
રાજ્ય સરકાર કહે છે કે જાહેર સ્થળોએ ફટાકડા નહીં ફોડવાના પણ ઘરના કમ્પાઉન્ડમાં ફોડી શકાય ! આમાં શું સમજવાનું ? કમ્પાઉન્ડનો ઝાંપો બંધ રાખવાથી ધૂમાડો બહાર નહીં જાય ?
***
સવાલ : (4)
અમુક સેવાભાવી સજ્જનો કહે છે કે ભલે આપણે ફટાકડા ફોડીએ નહીં, પણ કારીગરોને રોજીરોટી મળે એટલા માટે ખરીદવા તો જોઈએ જ ! સવાલ એ છે કે ફટાકડા ખરીદીને કરવાનું શું ? પાણી છાંટીને શો-કેસમાં મુકી રાખવાના ?
***
સવાલ : (5)
ફૂટે ત્યારે જોરદાર અવાજ થાય પણ જરાય ધૂમાડો ના થાય એવા ફટાકડાની શોધ ચાઈનાવાળા કરવાના હતા એનું શું થયું ? સાવ આળસુ છે ચીનાઓ…
***
સવાલ : (6)
‘ફટાકડા’ અને ‘દારૂખાનું’ બે અલગ ચીજો થઈને ?... આ તો જસ્ટ એક ગુજરાતી તરીકે સવાલ થયો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment