દર વરસ કરતાં આ વખતની દિવાળી સાવ અલગ રહેવાની છે. આપણને લાગે છે કે આ વખતે તો ખાસ કોઈ ચોઈસ જ નથી ! પણ ના, એવું નથી. જુઓ…
***
સવાલ (1)
આ દિવાળીએ તમે ફરવા માટે ક્યાં જશો ?
ચોઈસ (1) : મામાને ઘરે
ચોઈસ (2) : કાકાને ઘરે
ચોઈસ (3) : ધાબે
***
સવાલ (2)
આ દિવાળીએ તમે નાસ્તાનું શું કરશો ? ?
ચોઈસ (1) : શક્ય હોય એટલા જાતે બનાવીશું.
ચોઈસ (2) : પતિને શીખવાડવા માટે જેટલા બને એટલા બનાવીશું.
ચોઈસ (3) : પાડોશણનો પતિ કહ્યાગરો છે. એ લોકો બનાવશે તો થોડા ચાખવા તો મોકલશે જ ને !
***
સવાલ (3)
આ દિવાળીએ નવાં કપડાંનું શું કરશો ?
ચોઈસ (1) : સાત મહિના પહેલાં જે નવાં લીધાં હતાં એ હજી નવાં જ છે.
ચોઈસ (2) : નવા લઈશું પણ ઓનલાઈન જ ઓર્ડર કરીશું. મોલમાં નહીં જઈએ.
ચોઈસ (3) : નવામાં તો થોડાં મેચિંગ માસ્ક લેવાનાં છે ! લગ્નોમાં પહેરવા માટે…
***
સવાલ (4)
આ દિવાળીમાં બજારમાં કઈ ટાઈપની સ્કીમો આવશે ?
ચોઈસ (1) : બે સાડીની ખરીદી ઉપર ત્રણ ડિઝાઈનર માસ્ક ફ્રી.
ચોઈસ (2) : એક પ્રેશરકૂકર સાથે એક સેનિટાઈઝરની બાટલી ફ્રી.
ચોઈસ (3) : સેનિટાઇઝરની બાર બાટલી ખરીદનારને એક રેપિડ કોરોના ટેસ્ટ ફ્રી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment