જો વિશ્વની મહાન વિભૂતિઓ આજે જીવતી હોત તો માસ્ક વિશે તેમણે શું કહ્યું હોત ?
***
ગાંધીજી
મારું માસ્ક એ જ મારું જીવન છે.
***
સુભાષચંદ્ર બોઝ
તમે મને કાપડ આપો, હું તમને માસ્ક આપીશ.
***
સ્વામી વિવેકાનંદ
ઊઠો, જાગો… અને બ્રશ કરીને માસ્ક પહેરો.
***
સ્ટિવ જોબ્સ
સ્ટે માસ્ક્ડ, સ્ટે હોમ
***
થોમસ એડિસન
જિનિયસ ઇઝ વન પરસેન્ટ માસ્ક એન્ડ નાઇન્ટી નાઇન પરસેન્ટ સફોકેશન.
***
માલ્કમ એક્સ
આવતી કાલ એ લોકોની માલિકીની છે. જે લોકો આજે માસ્ક પહેરીને ખુલ્લામાં સૂતા છે.
***
ભગવાન બુધ્ધ
સમગ્ર પીડાઓનું મૂળ, માસ્કનો અભાવ છે.
***
બ્રુસ લી
મને એ માણસનો ડર નથી લાગતો જેણે 1000 માસ્ક પહેર્યાં છે. મને ડર એ માણસનો લાગે છે જેણે એક જ માસ્ક સતત 1000 વાર પહેર્યું છે.
***
વિલિયમ શેક્સપિયર
પ્રેમ સૌને કરો, ભરોસો બહુ ઓછાનો કરો અને માસ્ક માત્ર પોતાનું પહેરો.
***
ચાર્લ્સ ડાર્વિન
સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ માસ્ક.
***
આઇન્સ્ટાઇન
મારા માસ્કને માત્ર એક જ વસ્તુ નડે છે. મારું નાક.
***
મન્નુ શેખચલ્લી
તમને તમારા એ જ શ્વાસ મારી નાંખે છે, જે તમે માસ્ક વડે નથી લીધા ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment