અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જે સી-પ્લેન ઉડવાનું છે તેમાં બેસીને જનારા પેસેન્જરોએ અમુક વણલખી સુચનાઓ સમજી લેવાની જરૂર છે.
***
એક
સી-પ્લેનમાં નાસ્તો આપવામાં આવશે નહીં. પેસેન્જરે પોતાના ઘરેથી થેપલાં, ઢોકળાં, ગાંઠિયા વગેરેની વ્યવસ્થા જાતે કરી લેવાની રહેશે.
પેપર-ડીશ પણ પોતાની લાવવાની રહેશે. ઓકે ?
***
બે
સમય જતાં ભવિષ્યમાં મેનેજમેન્ટ દ્વારા દરેક પેસેન્જરને ભૂરાની કિટલી અથવા ખેતલા આપાની ફ્રેન્ચાઇઝીમાંથી લાવેલી ચ્હાની પોટલીઓ હાથોહાથ આપવામાં આવશે.
પોટલીમાંથી કપમાં ચ્હા જાતે રેડી લેવાની રહેશે. જો નીચે ઢોળાય તો પેસેન્જરે જાતે સાફ કરી આપવાનું રહેશે. ઓકે ?
***
ત્રણ
વિમાન નીચેના લેવલે ઉડતું હોવાથી રસ્તમાં ભરૂચ પાસેનો બબ્બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સરસ રીતે જોવા મળશે.
પરંતુ તે વખતે ઊભા થઈને બારીઓ પાસે ભીડ કરવી નહીં. ઓકે ?
***
ચાર
ઇમરજન્સીમાં ક્યારેક કોઈ નદી કે તળાવમાં ઉતરાણ કરવું પડે ત્યારે તેમાં પાણી ના હોય તો એ જવાબદારી મેનેજમેન્ટની રહેશે નહીં.
જો કોઈ ડેમમાં ઉતરાણ કરવું પડે અને તેનાં પાણી સાવ તળિયે પહોંચી ગયા હોય તો પેસેન્જરોએ જાતે છેક ઉપર ચડીને બહાર આવવાનું રહેશે. ઓકે ?
***
પાંચ
ટિકીટ ચેકર ચેક કરવા આવે ત્યારે સૌએ પોતાની ટિકીટ હાથમાં તૈયાર રાખવી.
સામાનમાં ભારે વજનની કોઈ વસ્તુ રાખવી નહીં.
પેશાબ પાણી કરીને જ બેસવું.
લાઈફ જેકેટ અથવા હવાથી ફૂલે તેવી રબરની બોટમાં કાણું પાડી શકે તેવી તીક્ષ્ણ વસ્તુઓ જેમ કે ટાંકણી, ચપ્પુ, નેઇલ કટર અથવા અણીદાર નખ એલાઉડ નથી. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment