અમુક ઇન્ટરનેશનલ સમસ્યાઓના ઉકેલ અમારી પાસે છે ! અફસોસ, અમને કોઈ પૂછતું નથી, બાકી…
***
ઇન્ટરનેશનલ સમસ્યા
મોહન ભાગવત કહે છે કે ભારતે ચીનને એક તસુ જેટલી જગ્યા ઉપર કબજો કરવા દીધો નથી... જ્યારે રાહુલ ગાંધી કહે છે કે ચીને અનેક ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી છે.
ઉકેલ
મોહન ભાગવત અને રાહુલ ગાંધી બન્નેને ચીનની બોર્ડર ઉપર મોકલી આપો… મેઝર ટેપ સાથે !
***
ઇન્ટરનેશનલ સમસ્યા
ટ્વીટરે ભારતનો નકશો ખોટો બતાડ્યો. અમુક ભાગ ચીન કે પાકિસ્તાનમાં બતાડ્યો.
ઉકેલ
ટ્વીટરને ટ્વીટર ઉપર જ ટ્રોલ કરો ! નવી નવી ગાળો ચોપડાવો… ટ્વીટરની કોઈ દિકરી હોય તો એનો રેપ કરી નાંખવાની ધમકી આપો.
***
ઇન્ટરનેશનલ સમસ્યા
અઝરબૈજાન અને તાઝિકીસ્તાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યું છે.
ઉકેલ
આપણા શહેરના બુધ્ધિજીવીઓને ભેગા કરીને આપણા સારા પોશ એરિયામાં શાંતિયાત્રા કાઢો. (રમખાણ વખતે આ જ ઉપાય કરીએ છીએ ને !)
***
ઇન્ટરનેશનલ સમસ્યા
ફ્રાન્સ, ઇટાલી, જર્મની, બ્રિટન, રશિયા, અમેરિકા, કેનેડા… આ બધા દેશોમાં કોરોનાના કેસો ફરીથી વધી રહ્યા છે.
ઉકેલ
છાપું વાંચતી વખતે પણ મોં ઉપર માસ્ક પહેરી રાખો, કાકા !
***
- મન્નુ શેખચલ્લી
Very practical solutions 😀😀
ReplyDeleteVery practical solutions 😀😀
ReplyDelete