સમાચાર
આ વરસે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ‘નોન-પરફોર્મિંગ’ બોનસ મળશે.
સળી
‘નોન-પરફોર્મિંગ’ બોનસની અધિકારી તો આખેઆખી કોંગ્રેસ પાર્ટી છે, સાહેબ !
***
સમાચાર
મોદીજીએ કહ્યું છે કે ભલે લોકડાઉન પતી ગયું હોય, કોરોના હજી ગયો નથી.
સળી
સાચી વાત છે. ભલે નોટબંધી પતી ગઈ પણ કાળું નાણું હજી ગયું નથી.
***
સમાચાર
પ્રીટી ઝિન્ટાએ વીસમી વાર કોરોનાનો ટેસ્ટ કરાવ્યો.
સળી
જ્યારે વેક્સીન આવશે ત્યારે પ્રીટી વેક્સીન પણ વીસ વાર મુકાવશે. બિચારા પતી ગયેલા ફિલ્મ સ્ટારો ન્યુઝમાં રહેવા માટે શું શું કરી નાંખતા હોય છે !
***
સમાચાર
બિહારની ચૂંટણીમાં આ વખતે મતદારોમાં ખાસ ઉત્સાહ નથી દેખાતો.
સળી
ક્યાંથી દેખાય ? એક તો દારૂબંધી કરી રાખી છે. ઉપરથી રેલી, સભા, સરઘસમાં જવા માટે જે રોકડા મળતા હતા એ પણ બંધ છે.
***
સમાચાર
સરકારે ત્રણ મહિના માટે TRP ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
સળી
અચ્છા, મતલબ કે દિપીકા, કરીના, શ્રધ્ધા વગેરેની ધરપકડો ત્રણ મહિના પછી જ થશે, એમ ?
***
સમાચાર
મધ્યપ્રદેશ નેતાઓ જાહેરમાં અપશબ્દો બોલવામાં બદનામ થયા.
સળી
ઘરમાં નવરા બેઠાં બેઠાં વેબસિરિઝો જોવાનું આ પરિણામ છે, બોસ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment