તહેવારોમાં તેજી લાવવા માટે નાણામંત્રી નિર્મલાજીએ સરકારી કર્મચારીઓની LTC અને ફેસ્ટિવલ એડવાન્સની જે યોજનાઓ જાહેર કરી છે તે અદ્ભૂત છે…
***
આખરે મોડે મોડે નિર્મલાજીએ પણ માનવું પડ્યું કે ‘ત્રણ સાડીની ખરીદી ઉપર ત્રીજી સાડી ફ્રી’વાળી સ્કીમો દેશના ભલા માટે હોય છે !
***
ભલે ટ્રેનો, વિમાનો, બસો નિયમિત ના થઈ હોય પણ એમાં જ સોશિયલ ડિસ્ટન્સ રાખીને વેકેશન માણવાનું છે !
***
અમુક બિહારી કર્મચારીઓ પૂછાવી રહ્યા છે કે ‘ઇલેક્શન ડ્યૂટી’માંથી રજા તો મળી જશે ને ?
***
એક વાત તો માનવી પડે નિર્મલાજી ‘વુમન સાયકોલોજી’ બરોબર જાણે છે ! તમામ કર્મચારીની પત્નીઓ જોશમાં આવી ગઈ છે : “નવું ફ્રીજ લઈ લો, નવું ટીવી વસાવી લો, આ જુનું સ્કુટર ભલે રહ્યું, મને એક નવી સ્કુટી લઈ આપો !”
***
અમુક નિષ્ણાતોનો અંદાજ છે કે હવે ‘રૂપે’ કાર્ડનું વેચાણ ‘જિયો’ કાર્ડ કરતાં આગળ નીકળી જવાનું છે !
***
જોકે લાખો રૂપિયાની લાંચ લેતા સરકારી કર્મચારીઓ માટે આ 10,000 રૂપિયા તો માત્ર દિવાળીની મીઠાઈ બરોબર છે !
***
શરાબના શોખીનો પણ ખુબ જ નિરાશ થઈ ગયા છે. એમને હતું કે દેશની ઇકોનોમીમાં એમને પણ મોટું પ્રદાન કરવાનો મોકો મળશે ! કમ સે કમ 31 ડિસેમ્બર સુધી દારૂ ઉપરનો GST બે ટકા ઓછો કર્યો હોત !
***
ચાલો, વાંધો નહીં, દિવાળીમાં આમેય એર-લાઈન્સવાળા અને લકઝરી બસોવાળા ત્રણ ગણાં ભાડાં વસૂલે છે. એમાંથી 30 ટકા તો સરકાર ચૂકવશે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment