પતિઓની નવી પદવીઓ !

લોકડાઉન દરમ્યાન જે પતિઓ ઘરમાં કચરા, પોતાં, રસોઈ, વાસણ જેવાં કામકાજો શીખી ગયા છે ! તેમને જો હવે પરમેનેન્ટલી આવાં કામો કરવાં પડે તો એ લોકો પોતાની ઇજ્જત રાખવા માટે પોતાનાં કેવાં કેવાં નામ રાખે ?...


***

રસોઈ કરવી

એસોસિએટ મેનેજર, ફૂડ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ

***

કચરા કાઢવા

ડોમેસ્ટિક એનવાયરનમેન્ટલ હાઇજિન ઇન-ચાર્જ (ગ્રાઉન્ડ લેવલ)

***

પોતાં કરવાં

ડોમેસ્ટિક એનવાયરનમેન્ટલ હાઇજિન ઇન-ચાર્જ (લિક્વીડ એન્ડ કેમિકલ્સ ડિપાર્ટમેન્ટ)

***

વાસણ ઘસવાં

યુટેન્સિલ હાઇજિન મેન્ટેનન્સ એક્ઝિક્યુટિવ

***

કપડાં ધોવા

ડિપાર્ટમેન્ટ હેડ, ડોમેસ્ટિક વિયર ડિ-ટોક્સિફીકેશન

***

શાક સમારી આપવું

ગ્રીન ફૂડ પ્રિ-પ્રોસેસિંગ કો-ઓર્ડિનેટર (સ્પેશિયલ ડ્યુટી)

***

લસણ ફોલી આપવી

યલો ફૂડ પ્રિ-પ્રોસેસિંગ સ્પેશીયાલિસ્ટ (એડિશનલ ચાર્જ)

***

શાકભાજી કરિયાણું ખરીદી લાવવું

પરચેઝ મેનેજર, ગ્રીન ફૂડઝ એન્ડ ડોમેસ્ટિક સપ્લાઈઝ

***

અથાણાં પાપડમાં મદદ કરવી

એસોસિએટ પ્રોડક્શન મેનેજર, સ્પાઇસિસ એન્ડ લોંગ ટર્મ કન્ઝમ્શન્સ ડિપાર્ટમેન્ટ

***

રડતાં બાળકોને સંભાળવા

ડોમેસ્ટિક ચાઇલ્ડ-કેર ઇમરજન્સી સ્પેશીયાલિસ્ટ

***

બાળકને હોમવર્ક કરાવવું

ડોમેસ્ટિક એજ્યુકેશન સપોર્ટ સિસ્ટમ, ઓનલાઇન હેન્ડલર

***

અને થાકેલી પત્નીના પગ દબાવવા

ડોમેસ્ટિક ફિઝિયોથેરાપી એક્સ્પર્ટ (ડેઈલી ઇમર્જન્સી ઇન-ચાર્જ)

***

- મન્નુ શેખચલ્લી

Comments