સરકારે પબ્જી ગેઈમના એપ ઉપર પ્રતિબંધ મુકતાંની સાથે જ સોશિયલ મિડિયામાં ફિલ્મી દૃશ્યોના સહારે ડઝનબંધ મિમ્સ બની ગયાં !
જોકે રાજકીય નેતાઓના ફોટાઓ ઉપરથી થોડાં વધુ મિમ્સ બનાવવા જેવાં હતાં ! જેમ કે…
***
મોબાઈલમાં મશગુલ થઈ ગયેલા અમિત શાહને જોતાં કેજરીવાલ કહી રહ્યા છે :
“અચ્છા, અબ પતા ચલા કિ આપ બાર બાર અસ્પતાલ મેં ક્યું ચલે જાતે થે !”
***
વિજય રૂપાણી મોદીજીને ધીમા અવાજે કહી રહ્યા છે :
“ સાંભળો..મુઝે તો પાકા શક હો ગયા થા કિ ચાઈના હમેરે દેશ મેં ચાઇનિઝ હથિયાર બેચને સે પહલે સબ કુ લડાઈ કરને કી ટ્રેનિંગ દે રહા થા !”
***
મહેબૂબા મુફ્તી અને ઓમાર અબ્દુલ્લા મોબાઈલ ઉંચા કરીને ટીવીના પત્રકારોને કહે છે :
“પ્રતિબંધ કા નામ તો કઈ બાર સુના થા… મગર યે ‘પબ્જી’ ક્યા હોતા હૈ ? ”
***
રાહુલ ગાંધી યુવાનોને કહે છે :
“મૈં તો પહલે સે હી કહતા થા, કેન્ડી ક્રશ ખેલો, છોટા ભીમ ખેલો…”
***
સોનિયાજી મોં નીચું રાખીને ખુબ ધીમા અવાજે એહમદ પટેલને કહી રહ્યાં છે :
“યે જો રાતોંરાત પંદરા કરોડ લોગ બેકાર હો ગયે હૈ… ક્યા ઉન મેં સે કુછ લોગોં કો કોંગ્રેસ પાર્ટી કે કાર્યકર નહીં બનાયે જા સકતે ?”
***
નિર્મલા સીતારામન (નાણાંમંત્રી) કડક ચહેરો રાખીને નિવેદન કહી રહ્યાં છે :
“આ પગલાને કારણે દેશમાં વરસે 33,000 કરોડ રૂપિયાની બચત થશે… જેના લીધે GDP 1.5 ટકા ઉપર આવશે.”
***
અમરિશ પુરી કાજોલના હાથ છોડી દેતાં કહે છે :
“જા સિમરન… બના લે અપના નયા આત્મનિર્ભર ગેઈમ એપ !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment