નવરી છે આખી બજાર !


દિપિકા પીએ ચરસ

કે શ્રધ્ધા પીએ ગાંજો

એમાં મારે શું ?

હું પીઉં મેક-ડોવલ્સ

કે હું પીઉં ઉકાળો

એમાં તારે શું ?

ગામમાં ગાજે ગોકીરો

ને ઘરમાં વાગે તંબૂરો

… નવરી છે આખી બજાર !

***

રિયાએ ખાધી રોટલી

કે રિયાએ ખાધો ભાત

એમાં મારે શું ?

મેં ખાધો માવો

ને રંગી મેં ફૂટપાથ

એમાં તારે શું ?

ગામમાં ગાજે ગોકીરો

ને ઘરમાં વાગે તંબૂરો

… નવરી છે આખી બજાર !

***

ટ્રમ્પ ભરે ના ટેક્સ

અનિલ વેચે ઘરેણાં

એમાં મારે શું ?

હું ના પહેરું માસ્ક

ને હું ના ભરું દંડ

એમાં તારે શું ?

ગામમાં ગાજે ગોકીરો

ને ઘરમાં વાગે તંબૂરો

… નવરી છે આખી બજાર !

***

સુનીલે કરી કોમેન્ટ્રી

અનુષ્કાને લાગ્યું ખોટું

એમાં મારે શું ?

મેં કોઈને ડિસ્લાઈક કરી

ટ્વીટરમાં દીધી ગાળ

એમાં તારે શું ?

ગામમાં ગાજે ગોકીરો

ને ઘરમાં વાગે તંબૂરો

… નવરી છે આખી બજાર !

***

કામની જે વાત છે

એ તો કોઈ કરતું નથી

ચાલી છે અહીં ઘાંટાઘાંટી

ચૂપ છે તેને પૂછતું નથી

અને-

દેશમાં ગાજે ગોકીરો…

ગલીમાં વાગે તંબૂરો…

‘બહેરી’ છે આખી બજાર !

***

- મન્નુ શેખચલ્લી

Comments