સુશાંત સિંહના કેસમાં મામલો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે ? કંઈ સમજાતું જ નથી….
- સૌથી પહેલાં તો સુશાંત સિંહની લાશ પંખે લટકતી મળી.
- પછી એ આત્મહત્યા હતી કે હત્યા તેની ચર્ચા ચાલી.
- એમાં વળી અચાનક કંગના રાણાવત અને બીજા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ ‘નેપોટિઝમ’ના આરોપ લગાવવા માંડ્યા.
- દરમ્યાનમાં મુંબઈ પોલીસે ફિલ્મી હસ્તિઓની પૂછપરછ કરવા માંડી.
- એવામાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ બિહારમાં નોંધાવી.
- બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ આમને સામને આવી ગઈ.
- મુંબઈમાં આવેલા એક બિહારી પોલીસ અધિકારીને સીધા ક્વોરન્ટાઈન કરી દેવાયા.
- હવે તો નેતાઓ અને મિડિયાએ હોહા મચાવવા માંડી.
- છેવટે CBIને તપાસ સોંપવામાં આવી.
- CBIએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવા માંડી.
- ત્યાં તો ન્યુઝ ચેનલોમાં રિયા ચક્રવર્તીના ‘બચાવ પક્ષ’ અને ‘આરોપ પક્ષ’ એવા બે ભાગલા પડી ગયા.
- એમાં વળી ડ્રગ્સનો એંગલ ઉમેરાયો. મુંબઈના ડ્રગ્સ પેડલરો અને ડિલરોની ધરપકડ થવા માંડી.
- એવામાં સંજય રાઉતે કંગનાને મુંબઈમાં પગ નહીં મુકવાની ચેતવણી આપી.
- કંગના સામી ભડકી… બન્ને વચ્ચે ‘નિવેદન યુધ્ધ’ ફાટી નીકળ્યું…. જેમાં અમદાવાદ પણ હડફેટમાં આવી ગયું….
***
એક જુનો અને જાણીતો રમૂજી કિસ્સો છે કે એક મહારાજ કથા કરતા હતા. તે બોલ્યા કે “સીતાનું હરણ થઈ ગયું…” આખી કથા પુરી થયા પછી એક ભોળો ગામડિયો મહારાજને પૂછે છે : “મહારાજ, એ પછી હરણની ફરી સીતા થઈ કે નહીં ?”
- સુશાંત કેસનું પણ આવું જ છે ! ભોળી પ્રજા બિચારી વિચાર જ કર્યા કરે છે કે “પછી હરણનું ફરી સુશાંત થશે કે નહીં ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment