કોરોના ગરબાના નિયમો !

પોળ અને સોસાયટીમાં રહેતા લોકો તો આ વખતે ગરબા રમવા માટે થનગની રહ્યા છે પણ કોરોનાના હિસાબે એના થોડા નિયમો રાખવા પડશે ને ? આ રહ્યા એ નિયમો...


***

તાળીઓ પાડવા માટે હાથ સેનિટાઈઝ કરીને આવવું.

***

ચણિયા-ચોળીને મેચિંગ થાય એવાં માસ્ક પોતાનાં જ હોવા જોઈશે. પડોશીનાં કે બહેનપણીનાં ચેપી માસ્ક ચાલશે નહીં.

***

ડાંડિયા રમવા માટે મિનિમમ ચાર ફૂટનો દાંડિયો જોઈશે. (સોશિયલ ડિસ્ટન્સ માટે.)

***

ડાંડિયા માટે વાંસડો લાવો તો તો સૌથી સારું !

***

આરતીમાં નાંખતાં પહેલાં પરચૂરણ તથા નોટોને સેનિટાઇઝ કરવી ફરજિયાત છે.

***

આરતીની થાળીમાં 50ની નોટ નાંખીને છૂટ્ટા લેવાના હોય તો તો, હાથ, 50ની નોટ અને ઉપાડેલા છૂટ્ટા એમ ત્રણે વસ્તુ હાજર સ્થળે સેનિટાઇઝ કરવાની રહેશે.

***

યાદ રહે, પ્રસાદ ઉપર સેનિટાઇઝર છાંટવાનું નથી !

***

ગરબા રમતી વખતે મિનિમમ એક મીટરનું સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું છે. આમાં જાણીજોઈને કે અજાણતાં જે કોઈને અથડાઈ પડે તેણે સ્થળ ઉપર જ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.

***

‘કોણ’ ‘કોને’ અથડાયું હતું તે નક્કી કરવા માટે દરેક સોસાયટીમાં પાંચ ચશ્મીશ વડીલોની પેનલ બનાવવામાં આવશે.

***

ચાલુ ગરબે ‘આઘા રહો... છૂટ્ટા છૂટ્ટા રમો...’ એવું માઈકમાં બોલ્યા કરવા માટે સોસાયટીના સૌથી ચાંપલા છોકરાની નીમણૂંક કરવામાં આવશે.

***

અને રાતના બે વાગ્યા લગી મોટા અવાજે સ્પીકરો ચાલુ રાખવામાં આવશે ! કારણ કે નાનાં બાળકો તથા વૃધ્ધ લોકો જો ઉજાગરો કરે તો એમની ‘ઇમ્યુનિટી’ વધે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. શું કરવું ? કેટકેટકેટકેટલું હસવું ? આટલી હદનો ખડખડાટ તો તમે જ રોજેરોજ આપી શકો, મન્નુભાઈ !

    ReplyDelete
    Replies
    1. થેન્ક યુ રસેશભાઈ !

      Delete
  2. શું કરવું ? કેટકેટકેટકેટલું હસવું ? આટલી હદનો ખડખડાટ તો તમે જ રોજેરોજ આપી શકો, મન્નુભાઈ !

    ReplyDelete
  3. Ha...ha...Mannubhai..amal karva jevo chhe.

    ReplyDelete
  4. તમારી સોસાયટીમાં અમલ કરાવજો ! 🤓🤓

    ReplyDelete

Post a Comment