સોશિઅલ મિડિયાનાં સત્યો !


ફેસબુકના ફેસની વેલ્યુ અને આધારકાર્ડના આધારની વેલ્યુ એટલી જ હોય છે જેટલી તમારા ક્રેડિટકાર્ડમાં 'ક્રેડિટ' હોય છે !

***

સોશિયલ મિડિયામાં તમે તમારી મિલકત અને ગર્લફ્રેન્ડ  સિવાય બધું જ ‘શેર’ કરી શકો છો.

***

અહીં જેના જેટલા ફોલોઅર્સ વધારે હોય તેની સત્તા-સંપત્તિ વધારે જ હોવાની !

***

તમે જેને ફોલો કરો છો તેને તમે બધે ફોલો નથી કરી શકતા કારણ કે એ લોકો સંડાસમાં પણ જાય છે.

***

અહીં ‘લાઈક’ એ વાટકી વ્યવહાર છે અને ‘ડિસ-લાઈક’ એ ઝુંબેશ છે.

***

અહીં કવિને મળતી દાદ, છોકરીને મળતી લાઈક, દોસ્તોને મળતી કોમેન્ટો અને 'દેશદ્રોહીઓ'ને પડતી ગાળોમાંથી માત્ર ગાળોમાં જ લાગણીઓની 100 ટકા સચ્ચાઈ હોય છે !

***

કોમેન્ટ ક્યારે 'કુથલી' બની જાય અને પોસ્ટ ક્યારે 'પંચાત' બની જાય તે ખુદ ઝુકરબર્ગ નથી જાણતો.

***

વાનગીના સ્વાદ કરતાં વાનગીનાં ફોટા હંમેશા વધારે ‘યમ્મી’ હોય છે !

***

સરહદ ઉપર લડાતાં યુધ્ધો કરતાં ટ્વીટર ઉપર લડાતાં યુધ્ધો હંમેશાં વધારે ધમધમાટી પેદા કરે છે !

***

અને ટ્વીટર યુધ્ધમાં ક્યારેક કોઈ બુલડોઝર પણ ઘૂસી આવે છે !

***

અંતિમ સત્ય એ છે કે સત્યનો દીવો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેની નીચે સોશિયલ મિડિયાનું અંધારું પણ જતું જ હોય છે.

- પ્લીઝ લાઈક, શેર એન્ડ સવાશેર .

***

- મન્નુ શેખચલ્લી

Comments