સંતા-બન્તાની ગુજરાતી આવૃત્તિ જેવા લલ્લુ અને બલ્લુ ઘણા વખત પછી મળી આવ્યા છે ! એ પણ મુંબઈના તોફાની વરસાદમાં…
(યાદ રહે, લલ્લુ હજી થોડો સ્માર્ટ છે પણ બલ્લુનો આઈક્યુ માઇનસમાં છે !)
***
ચોપાટીના રોડ ઉપર ધસી આવેલાં દરિયાનાં પાણીને જોઈને બલ્લુ પૂછે છે :
“એલા લલ્લુ, આમાં ચોપાટી ક્યાં ? અને દરિયો ક્યાં ?”
લલ્લુ કહે છે :
“પાણીમાં હાલતો હાલતો જા… જ્યાં લગી હાલી શકે ન્યાં લગી ચોપાટી… અને પછી જ્યાં ડૂબી જા, ત્યાં દરિયો !”
***
આકાશમાં થતી જોરદાર વીજળી જોઈને ડાહ્યો લલ્લુ પૂછે છે :
“આહાહા ! આટલી બધી વીજળી ક્યાંથી આવતી હશે ?”
બલ્લુ ઘણો વિચાર કર્યા પછી કહે છે :
“જરૂર રિલાયન્સ પાવરવાળાએ ફોરેનથી આયાત કઈરી હશે.”
***
લલ્લુ : “સાંભળ્યું ? જે. જે. હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયાં !”
બલ્લુ : (ચિંતાથી) આલેલે… હોસ્પિટલની કિડની યે ફેલ થઈ જાય છે ?
***
લલ્લુ : “પેલી જસલોક હોસ્પિટલની બારીઓની પેનલ કોઈના માથે પડી હોત તો ?”
બલ્લુ : “તો જસલોકનું બિલ પણ ઇના માથે પઈડું હોત !”
***
લલ્લુ : આ ફોટો જોયો ? ઝાડ પડવાથી ટેક્સીના બે ટુકડા થઈ ગયા !
બલ્લુ : ઈ કારની માલિકી પાર્ટનરશીપમાં હશે અને ઝગડામાં ઝાડને લવાદ બનાઈવું હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment