લો, આજે વાંચો થોડાં છુટક છબછબિયાં...
***
આખરે ટ્રમ્પે H1B વિઝા રદ કર્યા.
- લો બોલો, આ જ માણસને આપણે મોટેરા સ્ટેડિયમમાં મોટે ઉપાડે ‘નમસ્તે ટ્રમ્પ’ કહી કહીને માથે ચડાવ્યા હતા !
***
પાકિસ્તાને ખોટા નક્શા બનાવીને કાશ્મીર, લદ્દાખ, જામનગર વગેરે પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યાં.
- અમે પણ પાંચમા ધોરણમાં આવા જ વાંકા-ચૂકા નક્શા ચીતરતા હતા ! પાકિસ્તાન હવે જરા મોટું થાય તો સારું.
***
બ્રિટનમાં જો તમે બહાર જઈને રેસ્ટોરન્ટમાં ભોજન કરો તો 50 ટકા બિલ સરકાર ચૂકવશે.
- બસ હવે જોજો ! આપણા ઇન્ડિયનો ઇન્ડીયન રેસ્ટોરન્ટોમાં જઈને જમ્યા વિના જ બિલ લઈને આવતા રહેશે ! બન્ને પાર્ટીને ફાયદો…
***
ચીને અમેરિકાનાં ફાઈટર વિમાનોની ડિઝાઈન હેક કરીને બિલકુલ એનાં જેવાં J-20 ફાઈટર વિમાનો બનાવી લીધાં.
- એમાં શું ? આપણી પાસે પાંચ રાફેલ આવી ગયાં છે ! સ્પેર-પાર્ટ્સ છૂટા કરીને એની કોપી કરતાં કેટલી વાર ?
***
રામમંદિરના ભુમિપૂજનનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં ટીવીના પત્રકારો ભારે ઉત્સાહમાં હતા.
- અરે, એટલો ઉત્સાહ તો રામભક્તો કે મોદીભક્તોનો પણ નહોતો દેખાતો !
***
અમિત શાહને કોરોના વાયરસનો ચેપ લાગ્યો. હોસ્પિટલમાં દાખલ થયા.
- હવે બે ચાર દિવસમાં કોરોનાનું નિવેદન આવશે કે અમિત શાહ અમારા કેટલાક વાયરસને ખરીદીને અમને તોડવાની કોશિશ કરી રહ્યા છે !
- એટલું જ નહિ, ચાર પાંચ દિવસ પછી કોરોના વાયરસનો મોટો જમાવડો કોઈ હિલ સ્ટેશનના રિસોર્ટમાં જોવા મળશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment