જુની કહેવત
ખાડો ખોદે તે પડે
નવી કહેવત
ખાડો શોધે તે પણ પડે !
જુની કહેવત
ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ
નવી કહેવત
ખડ્ડા જબ બનતા હૈ તો રોડ ફાડ કે બનતા હૈ
***
જુની કહેવત
બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો
નવી કહેવત
બગલમાં કોન્ટ્રાક્ટર ને ગામમાં ખાડા
***
જુની કહેવત
જમવામાં જગલો ને કૂટવામાં ભગલો
નવી કહેવત
કટકીમાં કોન્ટ્રાક્ટર ને ખાડામાં જનતા
***
જુની કહેવત
ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો
નવી કહેવત
ઘરની જનતા ખાડામાં પડે ને કોન્ટ્રાક્ટરને દલ્લો
***
જુની કહેવત
ગાંડાના કંઈ ગામ ન હોય. એ તો ગમે ત્યાંથી મળી આવે
નવી કહેવત
ખાડાનાં કંઈ ગામ ના હોય, એ તો દરેક રોડમાં મળી આવે
***
જુની કહેવત
લાંબા સાથે ટુંકો જાય, મરે નહીં તો માંદો થાય
નવી કહેવત
રોડ પરથી વાહન જાય, પડે નહીં તો ત્રાંસા થાય
***
જુની કહેવત
ધૂળ ઉપર લીંપણ
નવી કહેવત
ખાડા ઉપર બજેટ
***
જુની કહેવત
બરડે બાવળ ઉગ્યો તો કહે છાંયડો થયો
નવી કહેવત
રોડમાં ખાડા પડ્યા તો કહે ડિસ્કો કરો
***
જુની કહેવત
ઝાઝી કીડી સાપને તાણે
નવી કહેવત
ઝાઝા ખાડા ફોટા પડાવે
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment