પેલા 23 કોંગ્રેસીઓએ લખેલા પત્ર પછી કોંગ્રેસમાં સન્નાટા નીચે ખળભળાટ મચી ગયો છે ! પૂર્વ કેન્દ્રિય મંત્રી જિતિન પ્રસાદને કાઢી મુકવાની માંગ ઊઠી છે, ગુલામનબી આઝાદે ‘યુ ટર્ન’ માર્યો છે અને કપિલ સિબ્બલને મનીષ તિવારી ‘ભવિષ્ય જ્ઞાની’ ગણાવી રહ્યા છે !
આવા સમયમાં કોંગ્રેસની અમુક નવી ફિલ્મો આવી રહી છે….
***
ઓરીજીનલ ફિલ્મ : સ્પેશીયલ છબ્બીસ
નવી ફિલ્મ : સ્પેશીયલ તેઈસ
આ ફિલ્મમાં ‘આ’ તેવીસ જણા ખૂફિયા ઇન્વેસ્ટીગેશન કરશે કે ‘પેલા’ તેવીસ જણા કોણ હતા ?
***
ઓરીજીનલ ફિલ્મ : મૈં આઝાદ હું
નવી ફિલ્મ : મૈં આઝાદ હું, મગર નહીં હું
આ અનોખી ફિલ્મમાં ગુલામનબી આઝાદ ડબલ રોલમાં છે. એક રોલમાં તેઓ ‘આઝાદ’ છે અને બીજા રોલમાં તેઓ ‘કેદ’ છે !
***
ઓરીજીનલ ફિલ્મ : ડોન (DON)
નવી ફિલ્મ : ગોન (GONE)
આ ફિલ્મ એ દગાબાજ કોંગ્રેસીઓ વિશે છે જેઓ ‘ગોન’ યાને કે જતા રહ્યા છે ! જ્યોતિરાદિત્ય સિંધિયાને અહીં વિલન ચીતરવામાં આવ્યા છે અને સચિન પાઈલોટ ‘કમ-બેક’ રોલમાં છે !
***
ઓરીજીનલ સિરિયલ : કુમકુમ ભાગ્ય
નવી સિરિયલ : કોંગ્રેસ ભાગ્ય
જી હા, નવી સિરિયલ પણ બની રહી છે ! જેની ‘સ્ક્રીપ્ટ’ કપિલ સિબ્બલ લખી રહ્યા છે અને જેની ‘કુંડળી’ મનીષ તિવારી હજી શોધી રહ્યા છે !
***
આ ફિલ્મોમાં કેટલાક અનોખા સંવાદો પણ છે ! જેમકે…
જિતિન પ્રસાદ કહે છે : “હાં, પહલા સાઈન મૈં કરુંગા… લેકિન બાકી બાઈસ કે ભી સાઈન હોને ચાહિયે !”
***
સોનિયાજી (ઈશારામાં પૂછે છે) : “કિતને સાઈન થે ?”
***
અમિત શાહ : “ઢૂંઢતે રહ જાઓગે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment