ગુજરાતનાં લગભગ તમામ શહેરોના રસ્તાઓ ઉપર જાતભાતના ખાડા પડી રહ્યા છે… નાના ખાડા, મોટા ખાડા, પહોળા ખાડા, સાંકડા ખાડા, છિછરા ખાડા, ઊંડા ખાડા, ભીના ખાડા, સૂકા ખાડા….
તમે માગો એ ફ્લેવર અને સાઇઝમાં આજે ખાડાઓ અવેલેબલ છે !
આવા ખાડાઓમાં ઠેબાં ખાતાં ખાતાં જ અમે એક ‘ખાડા-ગીતમાલા’ બનાવી છે….
***
(ખાડામાં પોતાનું સ્કુટર લઈને ગબડી પડેલા એક કાકા ગાઈ રહ્યા છે.)
ખાડા તેરા ખાડા…
ખાડે મેં તેરે
આ કે ગિર પડા…
બુઢ્ઢા મૈં સીધા સાદા
ખાડા તેરા ખાડા !
***
(આની સામે આંખ આડા કાન કરી રહેલાં સરકારી તંત્રો કહી રહ્યાં છે…)
તૂ જહાં જહાં ચલેગા
તેરા ખાડા સાથ હોગા
તેરા ખાડા... તેરા ખાડા...
***
(ઉપરથી વરસતો વરસાદ પણ જ્યારે બે ઘડી માટે થંભે છે ત્યારે નીચેનું દૃશ્ય જોઈને વિચારે છે…)
ખુદા ભી આસમાં સે
જબ જમીં પર દેખતા હોગા
ઇતને ખાડોં કો, કબ
કિસને બનાયા… ?
સોચતા હોગા !
***
(દરમ્યાનમાં વાહન લઈને જઈ રહેલા નાગરિકો ચારે બાજુ ફેલાઈને પડેલા વિવિધ ખાડા જોઈને ટેન્શનમાં આવી ગયા છે…)
યે ખાડા, વો ખાડા, હર ખાડા
હમ કો લગા હૈ યે ડરાના !
લંબા-ચૌડા, યા ગહેરા
ટેઢા-મેડા, યા સીધા
હરકોઈ લગે હૈ જૈસે અખાડા !
***
(આખરે અંતિમ સત્ય તો એ જ છે કે…)
જો ખાડા કિયા વો
નિભાના પડેગા !
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment