હાલ તો કોંગ્રેસના કાર્યકારી (એટલે કે ટેમ્પરરી) પ્રમુખ પદે સોનિયાજીને જ ફરી બેસાડ્યાં છે. તે પણ છ મહિના માટે ! પરંતુ છ મહિના પછી શું ?
***
સૌથી પહેલી સંભાવના તો એ છે કે છ મહિના પછી કોંગ્રેસ વર્કીંગ કમિટીની જે મિટિંગ થવી જોઈએ તે વધુ ત્રણ-ચાર મહિના સુધી થશે જ નહિં !
***
ત્યાર બાદ કોંગ્રેસમાં ‘ગણગણાટ’ શરૂ થશે !
***
જે ગણગણાટ મોવડી મંડળને જુની પરંપરા મુજબ સંભળાશે જ નહિ !
***
દરમ્યાનમાં ‘રાહુલજી પહેલા કરતાં હજી વધુ મેચ્યોર થયા છે’ એવા નિવેદનો અમુક પત્રકારો દ્વારા કરવામાં આવશે !
***
દરમ્યાનમાં સ્વયં રાહુલજી કોઈ વિદેશી ‘લોકશાહી એક્સપર્ટ’ સાથે વિડીયો કોન્ફરન્સમાં એ બાબતે ગંભીર ચર્ચા કરશે કે ભારતીય રાજકારણમાં ‘લોકશાહી’ના પાયાના સિધ્ધાંતોનું શી રીતે ‘હનન’ થઈ રહ્યું છે !
***
એવામાં અચાનક મિડિયામાં તથા અખબારોમાં એવા મંતવ્યો વહેતાં થશે કે પ્રિયંકાજી પણ ‘મેચ્યોર’ થઈ રહ્યાં છે !
***
ત્યારે ફરી ‘ગણગણાટ’ શરૂ થશે કે શું કોંગ્રેસની બાગડોર માત્ર ગાંધી પરિવારને સોંપવી જરૂરી છે ?
***
એ જ સમય દરમ્યાન આશરે છ ડઝન કોંગ્રેસીઓ ‘ગણગણાટ કર્યા વિના’ ભાજપમાં જતા રહ્યા હશે !
***
છેવટે એક મિટિંગમાં નક્કી થશે કે સોનિયાજી કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રહેશે અને પ્રિયંકાજીની ‘બિન-કાર્યકારી પ્રમુખ’ તરીકે વરણી કરવામાં આવશે ! જય હો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment