વોટ્સએપ ઉપર ‘સુખી જીવન જીવવા’ માટે જાતજાતની સોનેરી સલાહો આવતી હોય છે. જોકે આવી સલાહોમાં સળી કર્યા વિના અમે કદી રહી શકતા નથી…
***
સલાહ
રોજ ઉગતા સુરજને જોવાની ટેવ પાડો
સળી
ટુંકમાં, કાં તો નાઈટ શીફ્ટમાં નોકરી કરો અથવા રોજ રાતના પાર્ટી કરો !
***
સલાહ
દિવસમાં કમ સે કમ ત્રણ વ્યક્તિઓનાં વખાણ કરવાનું રાખો.
સળી
ઓફિસમાં પ્રમોશન, એક્ઝામમાં માર્ક્સ, સરકારી ઓફિસમાં કોન્ટ્રાક્ટ તથા ઓનલાઇન ગર્લફ્રેન્ડો આ જ રીતે મળે છે !
***
સલાહ
ઈશ્વર ઉપર પુરેપુરો ભરોસો રાખો.
સળી
… આવું તમારા લેણાદારોને સતત કહેતા રહો !
***
સલાહ
પોતાની કમાણી કરતાં ઓછો ખર્ચ થાય તેવું જીવનભરનું આયોજન કરી રાખો.
સળી
કહેવાનો અર્થ એમ છે કે લગ્ન કરતાં પહેલાં પત્નીની પસંદગી સો વાર વિચારીને કરજો !
***
સલાહ
કંઈ જાણવું હોય તો તમારો સવાલ બે વાર પૂછો.
સળી
ઓ સાહેબ, મોબાઈલના બેલેન્સમાંથી અચાનક ૨૦૦ રૂપિયા કપાઈ જાય ત્યારે કસ્ટમર સર્વિસમાં સત્તર વાર સવાલ પૂછો તો ય જવાબ નથી મળતો !
***
સલાહ
પોતાની ભૂલ સ્વીકારવામાં સંકોચ ના રાખશો.
સળી
હા, નહિતર તમારી પત્ની તમારું માથું પકવી નાંખશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment