હોલીવૂડ અને બોલીવૂડની સરખામણીની વાત નીકળે ત્યારે મોટા ભાગના લોકો એમ જ માને છે કે હોલીવૂડ આપણા કરતાં ક્યાંય આગળ છે. બેશક, એ લોકો ટેકનોલોજીની બાબતે અવ્વલ નંબરે છે અને આખી દુનિયામાં પોતાની ફિલ્મોનું જબરદસ્ત માર્કેટિંગ કરવામાં પણ માહિર છે. પરંતુ સ્હેજ વિચારો, અમેરિકામાં બનતી આ ફિલ્મોમાં અમેરિકન સમાજની વાસ્તવિક્તા કેટલી જોવા મળે છે ?
આપણે તો એમની એવેન્જર્સ સિરિઝ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ કે જેમ્સ બોન્ડ ટાઈપની એક્શન ફિલ્મોથી અંજાઈ ગયેલા છીએ પણ સવાલ એ છે કે ત્યાંની આવડી મોટી મલ્ટિ-મિલિયોનેર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું એમના જ દેશની સમસ્યાઓ કે સમાજની પરવા છે ખરી ?
આજે અમેરિકાની સૌથી ઊંડી અને સદીઓ જુની રંગભેદની સમસ્યા દુનિયા સામે ઉઘાડી પડી ગઈ છે. આખા અમેરિકામાં રંગભેદી શ્વેત લોકો સામે અશ્વેત પ્રજાનો આક્રોશ રમખાણો બનીને ફાટી નીકળ્યો છે પરંતુ ‘સ્ટાર વોર્સ’ ‘રેમ્બો’ અને ‘મિશન ઇમ્પોસિબલ’ની દુનિયામાંથી ડોકીયું કરીને જરા યાદ તો કરો ? એકાદ બે અમેરિકન ફિલ્મો તો બની હશે ને આ મુદ્દે છેલ્લા પાંચ-સાત વરસમાં ? જવાબ અઘરો છે.
અમેરિકાની બીજી મોટી સમસ્યા છે ‘ગન-કલ્ચર’. તમે મિક્સર-ગ્રાઈન્ડર ખરીદો એટલી સહેલાઈથી ત્યાં ગન ખરીદી શકાય છે. દરેક વરસે ઓછામાં ઓછી અડધો ડઝન ઘટનાઓ એવી બને છે જેમાં કોઈ સનકી ખોપડીનો માણસ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક નિર્દોષ લોકોને મારી નાંખે છે. જરા યાદ કરીને કહેજો, જો એકાદ-બે અમેરિકન ફિલ્મો આ વિષય ઉપર બની હોય ? આપણે (અને આપણા કેટલાક કોલમિસ્ટો પણ) જેની ઉપર ઓળધોળ હોય છે તે હોલીવૂડ માત્ર વિરાટ સપનાંઓની ફેકટરી બનીને રહી ગયું છે. એમને વિશ્વભરમાં ફિલ્મો બતાડીને મિલિયન ડોલર્સની બોક્સ-ઓફિસમાં જેટલો રસ છે એટલો એમના પોતાના દેશની સામાજિક સમસ્યાઓમાં નથી.
ત્રીજી મોટી સમસ્યા સોલ્જર-ફેમિલીઝની છે. છેક વિયેતનામ યુધ્ધથી લઈને આજ લગી અમેરિકા આખી દુનિયામાં જ્યાં ને ત્યાં યુધ્ધો લડતું રહ્યું છે. દુનિયાભરના દેશોમાં પોતાની ફોજ ઉતારીને જમાદારી કરવાનો પણ એમને બહુ શોખ છે. આમાં ખુદ અમેરિકાના નાગરિકો ભૂલી ગયા છે કે એમના કેટલા જવાનો યુધ્ધમાં દર વરસે ખપી જાય છે ? જે અમેરિકન સોલ્જરને અંગત રીતે અફઘાનિસ્તાન, સિરિયા કે ઇરાકના લોકો સાથે કાંઈ જ લેવાદેવા નથી તે શા માટે હૈશો હૈશો કરતા ત્યાં ધસી જાય છે ! ડોલર કમાવા માટે ? કે જે દેશો અમેરિકાનું કંઈ જ બગાડી શકે એમ નથી એમને મારી મચડીને ‘દુશ્મન’ બનાવીને તેમની સામે લડીને ‘પેટ્રિઓટિઝમ’ દેખાડવાનું જોશ છે ?
આવા સવાલો ત્યાંના ફિલ્મમેકરોએ કદી ઉઠાવ્યા જ નથી. પોતાના દેશની વિકરાળ સમસ્યાઓને શેતરંજી તળે દબાવી દેવાની વૃત્તિ હોલીવૂડમાં દશકાઓથી રહેલી છે. એની સામે આપણી ભારતીય ફિલ્મો જુઓ. ’50 અને ’60ના દશકામાં તો લગભગ તમામ ફિલ્મો આપણી જ સામાજિક સમસ્યાઓની આસપાસ ફરતી હતી. વિધવા વિવાહ, સંયુક્ત કુટુંબ, અમીર-ગરીબ, ઊંચ-નીચ, જમીનદારોનું શોષણ, ડાકુઓ, ભ્રષ્ટ રાજકારણીઓ, બેજવાબદાર ન્યાયતંત્ર... આપણી ફિલ્મો ભલે ઓસ્કાર એવોર્ડ ના લાવતી હોય. (કારણ કે એ પણ માત્ર અને માત્ર અમેરિકન એવોર્ડ છે.) છતાં ફિલ્મોએ સામાજિક નિસ્બત છોડી નથી.
છેલ્લા પંદર વીસ વરસમાં તો અહીં એટલી બધી રેલેવન્ટ (નિસ્બતવાળી) ફિલ્મો બની છે કે કદાચ દુનિયાના બીજા દેશોમાં નહિ બની હોય.
માત્ર શિક્ષણપ્રથાનો જ મુદ્દો લઈએ તો‘થ્રી ઇડિયટ્સ’ ‘તારે જમીં પર’ ‘આરક્ષણ’ ‘સુપર 30’ ‘હિન્દી મિડિયમ’ ‘ઇંગ્લીશ મિડિયમ’ ‘હિચકી’ અને ‘ઇંગ્લીશ વિંગ્લીશ’ જેવી ફિલ્મો આવી ગઈ.
(સાવ અનોખા વિષયો ઉપર બનેલી હિન્દી ફિલ્મો વિશે આવતે સપ્તાહે વધુ થોડી વાતો કરીશું.)
***
- મન્નુ શેખચલ્લી
સાચું અને સચોટ નિરુપણ ! આપણી જે સર્જનાત્મકતા છે એ હકારાત્મક છે અને આમ આદમીને સ્પર્શી શકે એવા વિષયો પર વધારે ધ્યાન અપાય છે. અલબત્ત, અપવાદો પણ, સ્વાભાવિક જ, છે જ.
ReplyDeleteસાચું અને સચોટ નિરુપણ ! આપણી જે સર્જનાત્મકતા છે એ હકારાત્મક છે અને આમ આદમીને સ્પર્શી શકે એવા વિષયો પર વધારે ધ્યાન અપાય છે. અલબત્ત, અપવાદો પણ, સ્વાભાવિક જ, છે જ.
ReplyDeleteઆપના જેવા રસિક વાચકો હશે તો નવું નવું લખાતું રહેશે. ખુબ ખુબ ધન્યવાદ !
Deleteબોલો,
ReplyDeleteઆ એંગલ થી કયારેય આ વિષય ઉપર નથી જ વાંચવા માં આવ્યું...
જોરદાર સર....
એન આઈ ડી માં બે વરસ માટે ફેકલ્ટી મેમ્બર તરીકે ફિલ્મ એપ્રિસિએશન ભણાવવાનું આવ્યું ત્યારે આ વાતનું ભાન થયું હતું. ઘણા વરસ પછી આ લખાયું છે. રિસ્પોન્સ બદલ ખુબ ખુબ આભાર !
Deleteસાચી વાત.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteસાચી વાત.
ReplyDeleteઆપણે આપણી ફિલ્મોને આપણી જ નજરે જોવાનું ભૂલી ગયા છીએ. આવનારા લેખો વડે એ વાત સ્પષ્ટ થઈ જશે. ધન્યવાદ 🙏
DeleteJabru observation lai aavya Mannubhai....keep it up sir
ReplyDeleteThank you so much Manoj Bhai !
Delete