આ વખતની જન્માષ્ટમી...

કોરોના વાયરસને લીધે ભલભલી મઝાઓની પથારી ફરી ગઈ છે. જુઓને, આ વખતની જન્માષ્ટમી પણ કેવી ગઈ…


***

આ વખતની જન્માષ્ટમીમાં…

બિચારા કંઈ કેટલા લોકોએ ઘરમાં બેઠાં બેઠાં ઓનલાઈન તીનપત્તી રમવી પડી !

***

આ વખતની જન્માષ્ટમીમાં…

પોલીસોને પણ ‘જુગારધામો’ ઉપર છાપાઓ મારવા ના મળ્યા !

***

આ વખતની જન્માષ્ટમીમાં…

સોસાયટીના દોઢ-ડાહ્યાઓને મટકી ફોડવાને બહાને છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો ચાન્સ ના મળ્યો !

***

આ વખતની જન્માષ્ટમીમાં…

દીવ, દમણ કે આબુમાં અડધું અમદાવાદ, અડધું સુરત કે અડધું રાજકોટ ઉમટેલું જોવા ના મળ્યું !

***

આ વખતની જન્માષ્ટમીમાં…

ન્યુઝ ચેનલોને પણ ગયા વખતની જન્માષ્ટમીના ફૂટેજ બતાડીને પૈસા બચાવવાનો ચાન્સ ના મળ્યો !

***

આ વખતની જન્માષ્ટમીમાં…

ચોખલિયા પર્યાવરણવાદીઓને ‘પાણીનો બગાડ થાય છે…’ ‘મટકી ફોડવામાં સગીર વયનાં બાળકોને જોખમ છે’… એવાં રોદણાં રડવાના મોકા પણ ના મળ્યા ! અરેરે…

***

બાકી આ વખતની જન્માષ્ટમીમાં…

કનૈયાનો જન્મ ખરેખર એક જાતની કેદમાં થયો કહેવાય ! બોલો, આ પણ કૃષ્ણલીલા !

***

- મન્નુ શેખચલ્લી

Comments