બચ્ચન સાહેબને કોરોના વાયરસનો ચેપ લાગ્યો એ વાતે ચારેબાજુ હળવી મજાકો ફૂટી નીકળી છે !
ચાલો, એમાં થોડો ઉમેરો કરીએ, એમની જાહેરખબરોનાં સ્લોગન વડે… !
***
નાણાવટી હોસ્પિટલમાં દાખલ થતાંની સાથે જ બચ્ચન સાહેબે તો હોસ્પિટલના સ્ટાફનાં ભરપૂર વખાણ કરી નાંખતો વિડીયો બનાવી નાંખ્યો !
એ જોઈને એક જનરલ વોર્ડનો દરદી આવીને બચ્ચન સાહેબને સલાહ આપી ગયો : “સર જી, પહલે ઇસ્તેમાલ કરેં, ફિર વિશ્વાસ કરેં !”
***
ઐશ્વર્યાને જેવા ન્યુઝ મળ્યા કે સસરાજીની સાથે સાથે અભિષેકનો ‘ટેસ્ટ’ પણ ‘પોઝિટીવ’ આવ્યો છે, એ તરત બોલી ઊઠી :
“પપ્પુ પાસ હો ગયા !”
***
અને જયા બચ્ચનને સમાચાર મળ્યા કે રેખાનો બંગલો સીલ થઈ ગયો છે… તો એમણે ઠંડા અવાજે નોકરને કહ્યું :
“ચલો…. કુછ મીઠા હો જાયે !”
***
નાણાવટી હોસ્પિટલમાં ગમે તે રીતે ‘બ્રેકિંગ ન્યુઝ’ આપવા માટે ટીવી પત્રકારોનાં ટોળાં ઘૂમી રહ્યાં છે. એમાનાં બે-ચાર જણા હાથમાં માઈક વિના અને ખભે કેમેરા વિના છેક બચ્ચનજીના બેડ સુધી પહોંચી ગયા ! એક જણ ખિસ્સામાંથી ડાયરી કાઢીને પેન શોધતાં પૂછે છે : “સર કૈસા લગતા હૈ ?”
બચ્ચન સાહેબ તીખી નજર નાંખતા ટોણો મારે છે “માન્યવર, બારાત મેં આયે હો ? જરા તૈયાર હો કર આઈએ !”
***
એક વેન્ટિલેટર મશીન જોઈને બચ્ચનજી પૂછે છે “આ શું છે ?” નાણાવટી હોસ્પિટલનો ડોક્ટર માસ્ક પાછળનું હસવું છુપાવતાં કહે છે :
“સર, ઇસ કો લગા ડાલા, તો લાઇફ ઝિંગાલાલા !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment