... આટલું બધું ચાઇનિઝ ?!


59 એપ ઉપર પ્રતિબંધ મુકાયા પછી, એનું લિસ્ટ વાંચ્યા પછી અને બીજે ક્યાં ક્યાં ચાઈનિઝ રોકાણો છે એ જાણ્યા પછી અમે તો ડઘાઈ ગયા છીએ !

અમારી હાલત કંઈક આવી છે…

***

જેને તાકો સમજીને

રાખ્યો હતો તેમાંથી

‘કટ-પિસ’ નીકળશે…

કોને ખબર હતી

કે અહીં ચોતરફ

આટલું બધું

ચાઈનિઝ નીકળશે !

***

ભારતીય સાડી-બ્લાઉઝમાં

ધારી હતી જેને,

તે સન્નારી ગ્લેમરસ

‘વન-પિસ’ નીકળશે…

કોને ખબર હતી

કે અહીં ચોતરફ

આટલું બધું

ચાઇનિઝ નીકળશે !

***

પનીર-ટિક્કામાંથી

નકરું ‘ચીઝ’ નીકળશે…

‘ક્યા ચીજ’ લાગતી જાનુ

'ના-ચીજ' નીકળશે…

સો ટકા ગેરંટીઓ

‘ઓગણીસ-વીસ’ નીકળશે…

મશાલોના પેકિંગમાંથી

‘માચિસ’ નીકળશે…

કોને ખબર હતી

કે અહીં ચોતરફ

આટલું બધું

ચાઈનિઝ નીકળશે !

***

શુધ્ધ દેશી ભોજન

ઓન-લાઈન મંગાવી ખાધું

શુધ્ધ ભારતીય રૂપિયા

ઓન-લાઈન ચૂકવી દીધા

પછી પડી ખબર

કે આખી લેણ-દેણમાં

કંઈક ‘ચાઇનિઝ’ હતું !

થવું હતું સ્વદેશી

સ્વદેશી ના રહ્યા !

કોને ખબર હતી

કે અહીં ચોતરફ

આટલું બધું

ચાઇનિઝ નીકળશે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments