કોરોનાકાળની નવી કહેવતો !


છેલ્લા 4-5 મહિનાથી કોરોના વાયરસને લીધે દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે હવે તો જુની કહેવતો પણ બદલાઈને નવી થઈ ગઈ છે !

***

માણસ માત્ર માસ્કને પાત્ર.

***

જાગ્યા ત્યાંથી… હાથ ધૂઓ.

***

ઝાઝા ટેસ્ટ રળિયામણા.

***

હોઠ સાજા તો માસ્કથી ઢાંક્યા.

***

જેટલા મોં એટલા ઇલાજ.

***

બાર ગાઉએ ઝોન બદલાય.

***

…. પ્રભાતે આંકડા દર્શનમ્‌ !

***

નવો દરદી નવ વાર હાથ ધૂએ.

***

જીવતો નર સેનિટાઈઝર પામે.

***

ઘેર ઘેર કોરોનાના ઉકાળા.

***

વેન્ટિલેટરનાં નીવડ્યે વખાણ.

***

કોઈનો રિપોર્ટ કોઈના નામે.

***

ડોશી મર્યાનો ભો નથી,

કોરોના ભાગી ગયાનો ડર છે.

***

ઝાઝા કેસ ઝોન બગાડે.

***

ઘરનાં છોકરાં સાબુ વાપરે,

ને કામવાળીને સેનિટાઇઝર.

***

પોઝિટીવ સાથે નેગેટિવ જાય,

કોરોના નહીં તો ફ્લુ થાય.

***

સો દહાડા સેનિટાઈઝરના,

એક દહાડો કોરોનાનો.

***

પોઝિટીવનાં પાપ છાપરે ચડીને પોકારે.

***

લેવા ગયા ’તા દુપટ્ટા,

લઈને આયા માસ્ક.

***

સિવિલમાં સો બિમારી,

પ્રાયવેટમાં ખિસ્સાં ખાલી.

***

‘આપ’ ભલા તો  ‘ભાજપ’ ભી ભલા !

***

- મન્નુ શેખચલ્લી

Comments