આજકાલ અમારું દિમાગ બરોબર કામ નથી કરતું. સમાચાર વાંચ્યા કે સાંભળ્યા પછી મોડે મોડે જે ટ્યુબલાઈટ થાય છે તેમાં ડબલ ગડબડ થઈ જાય છે ! જુઓ…
***
ન્યુઝ
ફ્રાન્સથી સોમવારે નીકળેલાં 5 રાફેલ વિમાનો બુધવારે અંબાલા એરબેઝ પહોંચી જશે. આ રીતે કુલ 36 રાફેલ વિમાનો ભારતમાં 2021ના અંત સુધીમાં પહોંચી જશે.
ટ્યુબલાઈટ
ઓહો… ! અચ્છા… ! એમ… ! પણ યાર ? અમને તો એવું હતું કે આ રાફેલ વિમાનોની ઉડવાની સ્પીડ બહુ ફાસ્ટ છે !
***
ન્યુઝ
ભારત સરકારે વધુ 47 ચાઇનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે. આ પગલું દેશની સુરક્ષા, એકતા અને અખંડતા માટે ભરવામાં આવ્યું છે.
ટ્યુબલાઈટ
સુરક્ષા તો હજી સમજ્યા… પણ દેશની ‘એકતા’ અને ‘અખંડતા’ ? શું એના માટે આપણા દેશભક્તો કાફી નહોતા ?
***
ન્યુઝ
બ્રિટનમાં લોકોની સ્થૂળતા ઘટાડવા માટે આખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખુદ ત્યાંના વડાપ્રધાન બોરિસ જોનસને પોતાનું વજન 500 ગ્રામ જેટલું ઘટાડી દીધું છે.
ટ્યુબલાઈટ
એક મિનિટ… એ એમનું જમ્યા પહેલાનું વજન હશે !
***
ન્યુઝ
સ્કુલની કેન્ટિનમાં અને સ્કુલના ગેટથી 50 મીટરના વિસ્તારમાં કોલ્ડ-ડ્રીંક્સ, ચિપ્સ, પિઝા-બર્ગર વગેરે જંકફૂડ વેચી શકાશે નહીં. આ નિયમ જુલાઈ 2021થી લાગુ થશે.
ટ્યુબલાઈટ
અચ્છા, મતલબ કે નિયમ લાગુ કરવા માટે જુલાઈ 2021માં તો સ્કુલો ચાલુ કરવી જ પડશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment