આજે ‘પેટ્રોલના ભાવ કેટલા થયા?’ એ વિચારે ધ્રુજારી છૂટી જાય છે ! જોડે જોડે યાદ આવી રહ્યા છે એ સોંઘવારીના દિવસો… આહાહા...
***
… જયારે આપણે બિન્દાસ બનીને સિગારેટના લાઈટરમાં પેટ્રોલ પુરી દેતા હતા !
***
… જ્યારે પેટ્રોલની ટાંકી લીક થતી હોય તો ચાર ચાર દિવસ સુધી ગેરેજવાળાને બતાડવા પણ નહોતા જતા !
***
…. અરે જ્યારે પેટ્રોલના ભાવ વધારાની વિરુધ્ધમાં પૂતળાં બાળતા હતા તે પણ પેટ્રોલ વડે જ બાળતા હતા !
***
… જયારે ઠાઠીયું સ્કુટર લઈને પેટ્રોલપંપ પાસે જઈને વટથી કહેતા હતા : “ચલ, વીસનું નાંખી દે !”
***
…. જ્યારે પેટ્રોલનું ટેન્કર ઊંધું વળી ગયું એવા સમાચાર વાંચીને તરત ‘નુકસાન’નો આંકડો નહિ, પણ ‘જાનહાનિ’નો આંકડો વાંચતા હતા !
***
… અરે, ઈન્ટરનેશનલ મારકેટમાં ઓઈલનો બેરલ દીઠ શું ભાવ ચાલે છે એની પણ ખબર રાખતા હતા ! (જાણે આપણી તો રિફાઈનરીઓ ચાલતી હોય.)
***
… એ તો છોડો, પેટ્રોલની ચોરી કરનાર ગેંગને આપણે મુફલિસ અને ગરીબ સમજતા હતા !
***
…. જ્યારે આપણો બોસ આપણને પગાર વધારી આપવાને બદલે ‘પેટ્રોલ-એલાવન્સ’ આપવાની વાત કરે ત્યારે આપણે એની કંજુસાઈ ઉપર મૂછમાં મલકાતા હતા !
***
… અને એ બધું તો ઠીક, પણ છેલ્લે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ‘ધરખમ સવા રૂપિયાનો’ ઘટાડો ક્યારે થયો એ તારીખ પણ આપણને યાદ નથી ! શેઇમ... શેઇમ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment