આપણા ટીવીમાં એવી આસમાની – સુલતાની ટાઈપની જાહેરખબરો આવે છે કે જો કોઈ ભોળો માણસ એ જાહેરખબરોને સાચી માનવા માંડે તો એ શું શું વિચારતો થઈ જાય ?....
***
"..આ અમિતાભ બચ્ચન જરૂર પેલા કલ્યાણ જ્વેલર્સવાળાનો કોઈ સગો થતો હશે, નહિતર દર મહિને બે મહિને આટલું બધું સોનું શી રીતે ખરીદતો હશે ?"
***
"..અને હેમામાલિની તો કેન્ટ આરઓ પ્લાન્ટ લઈને છેક રાજ્યસભામાં પાણી પીવડાવી આવ્યાં હશે, નહિ !"
***
"..પેલા ધોની, સહેવાગ અને કોહલી આજકાલ સાવ નવરા ઘરે બેસીને આખો દહાડો ‘ઓનલાઈન’ ક્રિકેટ જ રમતા લાગે છે !"
***
"..બિચારો રણવીર સિંઘ કોલગેટ ફ્રેશ ટુથપેસ્ટ કરવા માટે આજકાલ કયા રેલ્વે-સ્ટેશને જતો હશે ?"
***
"... અક્ષયકુમાર પાસે હકીકતમાં એક જ બનિયાન છે !"
***
"...અમુક હિરોઈનો પાસે 35 લાખના ખર્ચે તૈયાર કરાવેલો ઝક્કાસ બાથરૂમ હોય છે છતાં એ હિરોઈનો નહાવા માટે 35 રૂપિયાનો લક્સ બ્યુટિ સોપ વાપરે છે !"
***
"...ઇન્ડિયામાં શાહરૂખખાનના ચાર ડુપ્લીકેટ છે. એક સરદારજી, એક ગુજરાતી, એક બંગાળી અને એક સાઉથ-ઈન્ડિયન… અને ચારેયના બાળકો નિશાળે જવાને બદલે ‘બાયજુ’ એપથી ભણે છે !"
***
"...પ્રિયંકા ચોપરા એક સમયે જંગલમાં ‘નમકવાલા’ ટૂથપેસ્ટ વેચવા ગઈ હતી તે હજી પાછી જ નથી આવી !"
***
"... અને હા, આજકાલ ભારતમાં બનતા તમામ હાથ ધોવાના સાબુ કોરોનાનાં જંતુઓને મારવા માટે જ બનાવ્યા છે !"
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment